________________
નિત્યક્રમ
૨૦૭. વપ્ર વિજય વિજયાપુરી રે, ઘાતકી પૂરવ અદ્ધ રે ગુણ૦ પ્રિયસેના પિયુ પુન્યથી રે, તુમ સેવા મેં લદ્ધ રે.મન ૨ ચખવી સમકિત સુખડી રે, હેળવીઓ હું બાળ રે;ગુણ૦ કેવળરત્ન લલ્યા વિના રે, ન તજું ચરણ ત્રિકાળ રે.મન૩ એકને લલચાવી રહો રે, એકને આપો રાજ રે;ગુણ એ તુમ કરવો કિમ ઘટે રે, પંક્તિ ભેદ જિનરાજ રે.મન ૪ કેડ ન છોડું તાહરી રે, આપ્યા વિણ શિવસુખ રે;ગુણ ભોજન વિણ ભાંજે નહીં રે, ભામણડે જિમ ભૂખ રે.મન પ આસંગાયત જે હશે રે, તે કહેશે સો વાર રે,ગુણ૦ ભોળી ભગતે રીઝશે રે, સાહિબ પણ નિરઘાર રે.મન૬ સવિ જાણે થોડું કહે રે, પ્રભુ તું ચતુર સુજાણ રે,ગુણ વાચક યશ કહે દીજીએ રે, વાંછિત સુખ નિર્વાણ રે.મન- ૭
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
(આજ અધિક ભાવે કરીએ દેશી) પદ્મપ્રભજિન સાંભળો, કરે સેવક એ અરદાસ હો; પાંતિ બેસારીઓ જો તુચ્છે, તો સફળ કરો આશ હો. ૫૦૧ જિનશાસન પાંતિ તેં ઠવી, મુજ આપ્યું સમતિ થાળ હો; હવે ભાણા ખડખડ કુણ ખમે,શિવમોદક પીરસે રસાળ હો. ૫૦૨ ગજગ્રાસન ગલિત સંચી કરી, જીવે કીડીના વંશ હો, વાચકયશ કહે એમ ચિત્ત ઘરી, દીજે નિજ સુખ એક અંશ હો. ૫૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org