________________
નિત્યક્રમ
૧૪૯ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે; તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્ત્વિકી શાલ રે. શાં૦૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંઘી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાઘન સંધિ રે. શાં૦૬ વિધિ પ્રતિષઘ કરી આતમાં, પદારથ અવિરોઘ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઇસ્યો આગમે બોઘ રે. શાં૦૭ દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ઘરે મુક્તિ નિદાન રે. શાં૦૮ માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોયે તું જાણ રે. શાં૦૯ સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવરેશાં ૧૦ આપણો આતમભાવ જે, એક ચેતન આઘાર રે; અવર સવિ સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે.શ૦૧૧ પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિશને નિસ્તર્યો, મુજ સિદ્ધાં સવિ કામ રે.શાં૦૧૨ અહો ! અહો ! હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે શાં૦૧૩ શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂપ રે; આગમમાંહે વિસ્તર ઘણો, કહ્યો શાંતિ જિનભૂપ રે.શાં૦૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ઘરી શુદ્ધ પ્રણિઘાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુ માન રે.શાં ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org