________________
૧૩૦
નિત્યક્રમ ઓલગ અનુભવ ભાવથી, સા. જાણો જાણ સુજાણ હો; સત્ર મોહન કહે કવિ રૂપનો, સા. જિનજી જીવન પ્રાણ હો. સ. ૭
(૧૧) શ્રી શ્રેયાંસનાથ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(રાગ ગોડી-અહો મતવાલે સાજનાએ દેશી) શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી૦૧ સયલ સંસારી ઇઢિયરામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહીએ રે; જે કિરિયા કરી ચઉગતિ સાથે, તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી૦૩ નામ અધ્યાતમ, ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશું રઢ મંડો રે. શ્રી૦૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ-ગ્રહણમતિ ઘરજો રે. શ્રી ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. શ્રી ૬
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
(પ્રાણી વાણી જિનતણીએ દેશી) શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે; ગુણ એકવિઘ ત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો છંદ રે.
મુનિચંદ જિણંદ અમંદ દિગંદ પરે, નિત્ય દીપતો સુખકંદ રે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org