________________
૧૧૧
નિત્યક્રમ તત્ત્વરંગી થયો દોષથી ઊભગ્યો,
દોષ ત્યાગે ઢલે તત્ત્વ લીહે. અહો. ૮ શુદ્ધ માર્ગે વધ્યો, સાધ્ય સાઘન સંધ્યો,
સ્વામી પ્રતિછંદે સત્તા આરાઘે; આત્મનિષ્પત્તિ તિમ સાઘના નવિ ટકે,
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાશે. અહો૯ માહરી શુદ્ધ સત્તાતણી પૂર્ણતા,
તેહનો હેતુ પ્રભુ તુંહિ સાચો; દેવચંદ્ર સ્તવ્યો મુનિગણે અનુભવ્યો,
તત્ત્વ ભક્ત ભવિક સકળ રચો. અહ૦૧૦
શ્રી યશોવિજયજીકૃત સ્તવન
(ઝાંઝરિયા મુનિવર–એ દેશી). સુમતિનાથ ગુણશું મિલીજી, વાઘે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ;
સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. ૧ સજ્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તૂરી તણોજી, મહીમાંહે મહકાય. સો૦ ૨ આંગળીએ નવિ મેરુ ઢંકાયે, છાબડિયે રવિતેજ, અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુહેજ. સો. ૩ હુઓ છીપે નહિ અઘર અરુણજિમ ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમઅભંગ. સો૦ ૪ ઢાંકી ઇક્ષુ પરાળશુંજી, ન રહે લહી વિસ્તાર; વાચક યશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સો. ૫
૧. નીચલો હોઠ. ૨. લાલ. ૩. શેરડી. ૪. ઘાસથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org