________________
નિત્યક્રમ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન
(વારી હું ઉદયપુર તણે.—એ દેશી) પ્રભુજીશું બાંઘી પ્રીતડી, એ તો જીવન જગદાધાર સનેહી; સાચો તે સાહિબ સાંભરે, ખીણ માંહે કોટિક વા૨ સનેહી; વારી હું સુમતિ જિણંદને. ૧ પ્રભુ થોડાબોલો ને નિપુણ ઘણો, એ તો કાજ અનંત કરનાર સનેહી; ઓલગ જેહની જેવડી, ફળ તેહવો તસ દેનાર, સ૦ વા૦ ૨ પ્રભુ અતિ ઘીરો લાજે ભર્યો, જિમ સિંચ્યો સુકૃતમાળ સનેહી; એકણ કરુણાની લહેરમાં, સુનિવાજે કરે નિહાલ, સ॰ વા૦ ૩ પ્રભુ ભવસ્થિતિ પાકે ભક્તને, કોઈ કહે કીનરે પસાય સનેહી; ૠતુ વિના કહો કેમ તરુવરે, ફલ પાકીને સુંદર થાય ? સ૦ વા૦ ૪ અતિ ભૂખ્યો પણ શું કરે, કાંઈ બિહું હાથે ન જમાય, સનેહી; દાસતણી ઉતાવળે, પ્રભુ કિણવિથ રીઝ્યો જાય ? સ૦ વા૦ ૫ પ્રભુ-લખિત હોય તો લાભીએ, મન માન્યા તો મહારાજ સનેહી; ફ્ળ તો સેવાથી સંપજે, વિણ ખણેય ન ભાંજે ખાજ, સ૦ વા૦ ૬ પ્રભુ વિસાર્યા નવિ વીસરો, સામો અઘિક હોવે છે નેહ, સનેહી; મોહન કહે કવિ રૂપનો, મુજ વહાલો છે જિનવ૨ એહ, સ૦ વા૦ ૭
૧૧૨
(૬) શ્રી પદ્મપ્રભ સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
(ચાંદલિયા સંદેશો કહેજે મારા કંથને રે – એ દેશી)
પદ્મપ્રભ જિન, તુજ-મુજ આંતરુ રે, કિમ ભાંજે ભગવંત ?
કર્મ વિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. ૫૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org