________________
નિત્યક્રમ
૯૭ વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોઘ આઘાર.
પંથડો. ૫ કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ.
પંથડો. ૬
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
દખો ગતિ દેવની રે–એ દેશી) જ્ઞાનાદિક ગુણસંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઊપની રે, રુચિ તેણે પાર ઉતાર.
અજિત જિન તારજો રે, તારજો દીનદયાળ. અ૦૧ જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ, મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયોગ. અ૦૨ કાર્યસિદ્ધિ કર્તા વશુ રે, લહી કારણ સંયોગ; નિજપદકારક પ્રભુ મિલ્યા રે, હોય નિમિત્તેહ ભોગ. અ૦૩ અજકુલગત કેશરી લહે રે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમશક્તિ સંભાળ. અ૦૪ કારણપદ કર્તાપણે રે, કરી આરોપ અભેદ, નિજ પદ અર્થી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. અ૦૫ એહવા પરમાતમ પ્રભુ રે, પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્વાદ સત્તા રસી રે, અમલ અખંડ અનુપ. અ૦૬
૧ ભવસ્થિતિ પરિપાક. ૨ પાઠાંતર–અવિલંબ. ૩ નિમિત્તના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org