SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ નિત્યક્રમ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય? હો પ્રભુજી ! ઓ૦ ૫ સેવાગુણરંજ્યા ભવિજનને, જો તુમ કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ ને નીરાગી. હો પ્રભુજી ! ઓ૦ ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગજયકારી; રૂપ વિબુઘનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી. હો પ્રભુજી ! ઓ૦ ૭ (૨) શ્રી અજિતનાથ સ્વામી - શ્રી આનંદઘનજીકૃત સ્તવન (રાગ આશાવરી-મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે–એ દેશી) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણઘામ; જે તે જીત્યારે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ ? પંથડો. ૧ ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો. ૨ પુરુષ પરંપરા અનુભવ જોવતાં રે, અંઘો અંઘ પલાય; વસ્તુ વિચારે રે જો આગામે કરી રે, ચરણ ઘરણ નહિ ઠાય. પંથડો. ૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંથડો. ૪ Jain Education International FOT F For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy