SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૩૫. સ્તવનો (૧) શ્રી ઋષભદેવ સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન (રાગ મારુ–કરમ પરીક્ષા કરણ કુંવર ચલ્યો રે–એ દેશી) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાથિક કહી રે, સોપાધિક ઘન ખોય. ઋષભ૦ ૨ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કતને ઘાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન થાય. ઋષભ૦ ૩ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ઘર્યું રે, રંજન ધાતુમિલાપ. ઋષભ૦ ૪ કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ. ઋષભ૦ ૫ ચિત્તપ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ. ઋષભ૦ ૬ ૧. કાષ્ઠમાં બળી મરે. ૨. પાઠાંતર–કદીયે. ૩. પ્રકૃતિ, સ્વભાવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy