SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યકમ સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પહોંચે સ્તુતિમાં મતિ કાંઈ મારી, નિરાઘાર આ બાલ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ કદી નાથ સામું ન જોશો અમારા તથાપિ અમે છીએ સદાયે તમારા; હવે આપ ઓ બાપ!તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪ ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જન્મસિંધુ! સદા લોકથી દીનના આપ બંધુ ન શક્તિ કશા કામમાંહી અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૫ ગુણી જ્ઞાનવંતા વિવેક વિચારો, મને આશરો એક ભાવે તમારો, દયાળુ હવે પ્રાર્થના લ્યો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬ (૪) જડબુદ્ધિ જીવ, સંતવિના શુદ્ધ મારગ કોણ બતાવે? એ દેશી. અહો ! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. તમે પતિતપાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી, તે તો જાણો છો અંતરજામી.અહો ! રાજ૦૧ નથી જપ તપ સાધન કાંઈ કર્યું. નથી ચરણકમળમાં ચિત્ત ઘર્યું, મન રેટ તણી પેરે જાય ફર્યું.અહો ! રાજ૦૨ મને મોહકટક લાગ્યું પૂંઠે, નિત્ય ઘેરીને મુજને લૂંટે, તમે છોડાવો પ્રભુ તો છૂટે.અહો ! રાજ૦૩ અહો! ભાનુ સમાન પ્રગટ મણિ, મારા અનંત દોષ કાઢો ઘણી, ક્ષણ દ્રષ્ટિ કરો મુજ રંક ભણી.અહો ! રાજ૦૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy