________________
પ્રાત:કાળનો
મહત્તત્ત્વ મહનીયમહર, મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદે રમતા રામ.
૭. શ્રી ગુરુભકિતરહસ્ય
( ભકિતના વીશ દોહરા ) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ર નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણે વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪ હું પામર શું કર શકું?’ એ નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાસ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯
Jain Education International
For Personal & Private Use O
www.jainelibrary.org