________________
નિત્યક્રમ
સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિગ સ્કુરતે નથી, વચન નયન યમ નહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દૌનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યો અનેક; પાર ન તેથી પામિયે, ઊગે ન અંશ વિવેક. ૧૬ સહ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય સસાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તે, તરીએ કેણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડ પડ તુજ પદપંકજે, ફર ફર માગું એ જ સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે છે. ૨૦
-- શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org