________________
૩. નાડલાઈ મારવાડની પંચતીથી માં નાડલાઈ ત્રીજું તીર્થ ગણાય છે. રાણે સ્ટેશનથી ૧૪ માઈલ પૂર્વમાં અને દેસૂરીથી ૪ માઈલ દૂર ઉત્તર–પશ્ચિમમાં આવેલી બે ઊંચી ટેકરીઓની વચ્ચે આ પ્રાચીન કસબ વસેલે છે. પ્રાચીન શિલાલેખે અને ગ્રંથમાં આનાં નડુલડોગિકા, નંદકુલવતી, નારદપુરી, નડુલાઈ, નાડલાઈ, વલભીપુર વગેરે નામે મળી આવે છે, શ્રાવિકારસ્ત ના કર્તા આ નગરને નારદે વસાવી તેથી એનું નામ નારદપુરી પડ્યું એમ કહે છે.'
એક સમયે આ એક ભારે જાહેજાળીવાળું મેટું નગર હતું. અહીંની ભૂમિ ઉપરનાં ખંડેરે અને મળી આવતી જિનપ્રતિમાઓથી જણાય છે કે, આ નગર પ્રાચીન, સારી આબાદીવાળું અને જૈનોની વસ્તીથી ભરપુર હતું. સોનગિરા સરદારેની રાજધાની બનવાનું એને સૌભાગ્ય વર્યું હતું. એ સમયે બનેલે એક કિલે આજે પણ ખંડિયેર અવસ્થામાં અહીં વિદ્યમાન છે.
નાડલાઈ અને નાડેલના વિસ્તારે જોતાં લાગે છે કે, એક સમયે આ બંને ગામે એક વિશાળ નગરમાં સમાયેલા १. एकत्र तत्र पृथिवीं प्रविलोक्य पृथ्वी, सोऽवीवसनगरमृद्धिमयं स्वनाम्ना ।
भुव्यत्र नारदपुरीति पुरीगरीयः, श्रीस्तैलविन्दुरिव पाथसि पप्रथे सा ॥२६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org