________________
૫૦
રાણકપુરની પંચતીથી એકઠો થાય છે. મેળાના દિવસોમાં સાદડીથી રાણકપુર સુધીમાં આસપાસના જાગીરદારે પોતપોતાના માણસ સાથે અઢાર સ્થળમાં ચેકી પર બેસે છે. આશરે પાંચ માણસો યાત્રીઓની રક્ષા કરે છે.
ચૈત્ર વદિ ૧૦ ના રોજ મૂળનાયક ઉપર ધરણા શાહના વંશજોમાંથી કોઈ પણ ધજા ચડાવે છે. બાકીની ધજાએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચડાવવામાં આવે છે.
કહેવાય છે કે, ધરણુ શાહ અને રતના શાહનું કુટુંબ પાલગઢથી સાદડીમાં આવીને વસ્યું અને તે પછી તેઓ ઘારાવ રહેવા લાગ્યા. ધરણશાહ અને તેના શાહના પરિવારના વંશજે આજે પણ ઘણેરાવમાં છે. તેમાંથી પોતાને ધજા ચડાવવાને હક આજ સુધી જાળવી રાખે છે.
વ્યવસ્થા : એમ કહેવાય છે કે, મુખ્ય મંદિર બંધાયા પછી લગભગ બસ એક વર્ષે રાણકપુર તૂટયું. તે પછી સાદડીના શ્રીસંઘે આની વ્યવસ્થા સંભાળી પરંતુ હિંસક પ્રાણુઓ અને લૂંટારાઓને ત્રાસ દિવસે દિવસે વધવા માંડ્યો. એકલ-દેકલને ત્યાં જવું અશક્ય બન્યું, તે સમયમાં જ અમદાવાદના શેઠ હેમાભાઈ હઠીસિંહ સંઘ લઈને ત્યાં આવ્યા અને આ જુલમની કથા સાંભળી ત્યારે તેમણે આઠ આરબેને રેકીને રક્ષા–વ્યવસ્થા કરી. સેંયરામાંથી નવી પ્રતિમાઓ કઢાવી, ધર્મશાળાને કેટ કરાવ શરૂ કર્યો અને સાદડીથી રાણકપુર સુધી ચેકીએ. બેસાડવાને પાકે બહેબસ્ત કર્યો. એ પછી સં. ૧૯૫૨ સુધી સાદડીવાળા શ્રેષ્ઠીઓ આ તીર્થને વહીવટ કરતા હતા પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org