________________
રાણકપુરની પંચતીથી
ધરણુવિહારમાં પશ્ચિમ તરફના મૂળનાયકના દરવાજા બહાર જમણી તરફની ભીંતમાં એક શિલાલેખ છે, તે ઉપર્યુક્ત હકીકતનું સમર્થન કરે છે. એ શિલાલેખમાં ગુહિલવંશી રાજાએની ૪૧ પેઢીઓનાં નામ પણ આપ્યાં છે. તેમાં જણાવ્યું છે કે
યુગાદીવર ચતુર્મુખ જિનને નમસ્કાર થાઓ. સં. ૧૪૬માં મેદપાટ(મેવાડદેશ) ના મહારાજાધિરાજ ૧ શ્રીબમ્પ, ૨ શ્રીગુહિલ, ૩ ભેજ, ૪ શીલ, ૫ કાલભેજ, ૬ ભર્યું ભટ, ૭ સિંહ, ૮ મહાયક ૯ શ્રીખુમાણ (પુત્ર અને સ્ત્રી સાથે સુવર્ણથી તેલ કરાવનાર), ૧૦ અટ, ૧૧ નરવાહન, ૧૨ શકિતકુમાર, ૧૩ શુચિવર્મા, ૧૪ કીતિવર્મા, ૧૫ ગરાજ, ૧૬ વરટ, ૧૭ વંશપાલ, ૧૮ વૈરસિંહ, ૧૯ વીરસિંહ, ર૦ શ્રીઅરિસિંહ, ૨૧ એડસિંહ, ર૨ વિક્રમસિંહ, ૨૩ રણસિંહ, ૨૪ બેમસિંહ, ૨૫ સામંતસિંહ, ૨૬ કુમારસિંહ, ર૭ મથનસિંહ, ૨૮ પદ્ધસિહ, ૨૯ જેત્રસિહ, ૩૦ તેજસ્વીસિંહ, ૩૧ સમરસિંહ, ૩૨ શ્રીભુવનસિંહ. (બમ્પને વંશજ અને કૌતુક ચોડાણને જીતનાર) ૩૩ શ્રીજયસિંહ, ૩૪ લક્ષ્મીસિંહ (માલવપતિ, ગંગાસિંહને જીતનાર), ૩૫ પુત્ર અજયસિંહ, ૩૬ ભ્રાતા શ્રીઅરિસિહ, ૩૭ શ્રીહમ્મીર, ૩૮ શ્રી ખેતસિંહ, ૩૯ રાજા શ્રીલક્ષ, ૪૦ સુવર્ણતુલાદિ દાનપુણ્ય, પોપકારાદિ ગુણરૂપ ક૯૫વૃક્ષને આશ્રય આપનાર નંદનવન સમાન રાજા મોકલ ૪૧ તેના કુલકાનનમાં સિંહ સમાન રાણા શ્રીકુંભકર્ણ થયા.
રાણુ કુંભકર્ણ સારંગપુર, નાગપુર, ગાગરણ, નરણક, અજમેરુ, મંડોર, મંડલકર, બૂદી, ખાટુ, ચાટવ્સ, જાન અને
૩૧. પરિશિષ્ટ બીજુ : લેખાંક : ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org