SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પંચતીર્થી ત્રણ માળ સુધી ઊંચા છે અને એ જ સમૂહના બીજા ઘૂમટેથી ઊંચે જાય છે. આવા મધ્યના ઘૂમટોમાંને એક જે મુખ્ય દ્વારની સામે છે તેને અંદર અને ઉપર એમ બેવડા ઘૂમટો છે, જેને આધાર ૧૬ સ્તંભ ઉપર રહેલ છે. - પૂર્વ અને પશ્ચિમ દ્વારની પ્રતેલી-શંગારકીના મંડયમાં મૂળ મંદિરના પ્રભુની બરાબર સમ્મુખ ગજારૂઢ માતા મરુદેવાની પ્રતિમા છે. દક્ષિણ દ્વારની પ્રતેલી ઉપરના મંડપમાં એક વેદિકા ઉપર એક ગૃહસ્થ મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૭૨૩ ને લેખ છે. ઉત્તર દ્વારની પ્રતોલી ઉપરના મંડપમાં સહસ્ત્રકૂટ સ્તંભની અપૂર્ણ રચના છે, જેને “રાણક સ્તંભ પણ કહે છે, આની અપૂર્ણ રચના વિશે એવી દંતકથા પ્રચલિત છે કે, રાણા કુંભાએ ધરણશાહનું અનુકરણ કરવા માટે આ સ્તંભ બનાવવાની શરૂઆત કરેલી પરંતુ એવું ન બની શક્યો, પરિણામે એ સ્તંભ અધૂરો જ રહી ગયે. આ સ્તંભની વચ્ચે વચ્ચેની નાની પટ્ટી ઉપર લાંબા લેખે છે, જે સેળમી શતાબ્દીના છે અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓના છે. ચારે બાજુએ ફરતી ૮૦ દેવકુલિકાઓ પૈકી ૭૬ તે એકસરખી નાની અને શિખરબંધી છે. આમાંથી ચાર દેવકુલિકાઓ મેટી છે. અને દરેકની આગળ એકેક રંગમંડપ છે. ચાર દિશામાં રહેલા ચાર મહાધર પ્રાસાદ દેરાસરોને ગણતાં કુલ ૮૪ દેવકુલિકાઓ છે. તેની આગળના ભાગમાં વૈવિધ્યભરી મને હર કેરણું કરેલી છે, દેરીઓ ઉપરના લેખેથી જણાય છે કે, ધરણશાહ પછી જુદી જુદી વ્યક્તિઓએ મળીને દેરીઓ બનાવી છે, એ વિશે થોડીક વિગત આ પ્રમાણે છે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy