SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર જૈન તીર્થો દેવેના વિમાનને ઉપહાસ કરનારું, માન–રહિત એવા (નિરભિમાન) મુનિઓના સમૂહ વડે જેનું બહુમાન કરવામાં આવે છે તેવું, જે સકલ-રચના-સમૃદ્ધિથી યુક્ત છે. એ આ ઉદયન-વિહાર (જિન-પ્રાસાદ) મંત્રીવાશ્મટે(વિપુલ) લક્ષ્મીવડે કરાવ્યું હતું. ૧૦૧ [૧૦૨-૧૦૪] જે (ઉદયન–વિહાર)માં જિનેની સંખ્યા (૨૪) પ્રમાણે આભરણે, તથા સુવર્ણના ૩૧ ધ્વજે હતા... જે મંદિર ધ્વજંથી રમણીય લાગે છે ........... જ્યાં સુધી, ચંદ્ર અને સૂર્યરૂપ ઝુમખાવાળું અને અત્યંત ધવલ (ઉજજવલ) દેદીપ્યમાન તારારૂપ મેંતીવાળું આકાશ. વિકસ્વર કમળ જેવી સુંદર કાંતિ વડે ચંદ્રોદય (ચંદરવા)ની શોભાને ધારણ કરે છે, ત્યાં સુધી પ્રભા–શાલી આ જિનમંદિર વિજયવંતુ વર્તો. કુતબુદ્ધિ (બુદ્ધિશાલી) શ્રેષ્ઠ આત્માઓમાં શિરમણિ જેવા, સે પ્રબંધની રચના વડે પ્રખ્યાત કીતિ અને અભીષ્ટ ઉદયવાળા રામચંદ્ર મુનિએ આ સાધારણ પ્રશસ્તિ કરી છે. (૧૦) નેંધ : ગૂજરાતના રાજા ભીમદેવ સેલંકીના સમયમાં જણાશાહ નામક શ્રાવક સેરઠને સૂબો હતો. તે ધોળકામાં રહેતો હતો. તેણે ધોળકામાં બે જિનમંદિર બંધાવ્યાં હતાં. શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા'માં “જીણહાવસતિ ને જે ઉલ્લેખ છે, તે જ આ જીણાશાહે બંધાવેલ મંદિર હતું. આ મંદિરે સં. ૧૪૨૬ સુધી વિદ્યમાન હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy