________________
પ્રકાશકનું નિવેદન
વિ. સં. ૨૦૦૦ ની સાલમાં સ્વ. શાન્તમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી. યંતવિજયજી મહારાજે આ ગ્રંથમાળાને પુનરુદ્ધાર કર્યો ત્યારથી તીર્થસ્થાનોને પરિચય આપતાં પુસ્તકે અમે પ્રગટ કરતા રહ્યા છીએ. શરૂઆતમાં તે પૂ. જયંતવિજયજી મહારાજે પોતે તૈયાર કરેલાં પુસ્તકે અમને મળતાં રહ્યાં. મહારાજશ્રીનાં આ પુસ્તકે ઈતિહાસ અને પુરાવાઓના આધારે લખાયેલાં હેઈ સામાન્ય જનતામાં તેમજ વિદ્વાનમાં એકસરખી રીતે આદરપાત્ર બન્યાં છે. પણ સં. ૨૦૦૫ની સાલમાં તેઓશ્રીને સ્વર્ગવાસ થતાં શોધખોળ અને સમભાવપૂર્વક લખાયેલાં આવાં ઉત્તમ પુસ્તકે મેળવવાનું અમારે માટે મુશ્કેલ બન્યું, છતાં તીર્થપરિચયને લગતાં પુસ્તકોની લોકપ્રિયતા અને ઉપયોગિતા જોઈને એવાં પુસ્તકોનું પ્રકાશન અમે ચાલુ રાખ્યું છે, અને એમાં પૂ. યંતવિજયજી મહારાજે શરૂ કરેલી ઈતિહાસને વળગી રહેવાની પ્રણાલિનું અનુસરણ કરવાને અમે યથાશક્ય પ્રયાસ કરીએ છીએ.
પ્રસ્તુત પુસ્તિકા “ચાર જૈન તીર્થો – માતર, સોજિત્રા, ખેડા, અને ધોળકા” એ સ્વ. મુ. શ્રી. જયંતવિજયજી મહારાજના ગુરુભક્તિપરાયણ શિષ્ય પૂ. મુ. શ્રી. વિશાળવિજયજી મહારાજે તૈયાર કરી છે. પિતાના દાદાગુરુ સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપન કરેલી તેમ જ તેઓના એક સુંદર સ્મારકરૂપ રહેલી આ ગ્રંથમાળા સાથે તેઓ, પિતાના ગુરુવર્યની જેમ, ભારે લાગણી
લોકપ્રિયતા માટે મુશ્કેલ બીલખાયેલાં આવી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org