________________
ખેડા
“સંવત સત્તર ઉગુણપંચાસિ, દ્વિતીય ભાષદ માસિંજી; સિત તેરસિ સદા સુભ દિવસે, રાસ રચ્યો ઉલ્લાસિંછ. ૧૧ વામાનંદન ત્રિવન જાવંદન, ભીડભંજન સાંનિધિ છે; પૂરણ રાસ ર પરમણિ, સુણતાં ધન સુખ વાર્ધાિ છે. ૧૨ વાત્રક નદીય તણે ઉપકઠિ, ખેડું હરીયાળું બિં ગામ છે; સુંદર ઠાંમ મનહર મંદિર, ધનદ તણે વિશ્રામ છે. ૧૩. શ્રાવક સર્વ વાસંતિહાં સુખીયા, વીતશેકા વડભાગી જી; ત્યાગી ભેગી નિગુણુ રાગી, સકીતવંત સેભાગી જી. ૧૪ જિનની ભગતિ કરિ મન શુદ્ધિ, સદ્ગુરુની કરે સેવા છે; આઠે પહેરે ધર્મ આરાધિં, દાન દીઇ નીતમેવ છે. ૧૫ આસ્તિક સૂત્ર સિદ્ધાંતને શ્રોતા, સાંભળવા રસીયાજી; જીવાદિક નવ તત્વને જાણે, ધર્મ કરે ધસમસિયા છે. ૧૬ સંઘ તણે આગ્રહ પામીનિ, રાસ રમે મન રગે છે; સૂધા સાધુ તણું ગુણ ગાયા, ઉલટ આણી રગે છે. ૧૭
નવ જૈન મંદિરોનું વર્ણન ૧. રસુલપરામાં આવેલું મૂળનાયક શ્રી. આદીશ્વર ભગ
આ ઉદયરત્નસૂરિએ ઘણા ગ્રંથ લખેલા છે. તેઓ એમના સમયના ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ જૈન કવિ હતા.
એમ કહેવાય છે કે, આ ઉદયરત્નસૂરિ ખેડામાં ત્રણ નદીના સંગમ વચ્ચે કાઉસગધ્યાને અખંડપણે ચાર મહિના સુધી ઊભા રહ્યા હતા અને તેથી એ સ્થળે બેટ થઈ ગયો. આ ચમત્કારથી ૫૦૦ જેટલા ભાવસારે એમના ભક્ત અનુયાયી થઈને જૈનધર્મી બન્યા હતા.
તે ઉદયરત્નસૂરિએ સં. ૧૭૪૯ ના બીજા ભાદરવા સુદિ ૪ ના દિવસે રચેલા “જંબૂસ્વામી રાસ'ની અંતિમ ઢાળઃ ૬૬ માં ઉપર્યુક્ત. વર્ણન આલેખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org