________________
ખેડા
૩૫ દેવી શ્રીગણિની માટે પ્રાકૃતની “પુષ્પાવતી નથી' તાડપત્ર પર લખી હતી.
બારમી શતાબ્દીમાં થયેલા અંચલગચ્છીય શ્રી આર્યરક્ષિતસૂરિજી વિહાર કરતા આ ખેડા પ્રદેશમાં પધાર્યા હતા.+
એ પછી તે આ પ્રદેશમાં કેટલાયે જેનાચાર્યો આવતા અને અહીંની જૈન પ્રજાને પિતાના ઉપદેશથી પ્રભાવિત કરતા રહેતા.
અહીંના પુસ્તકસંગ્રહમાંથી કપડા ઉપર લખેલે વિનયપતા યંત્ર' મળી આવેલ છે. એ કપડાની લંબાઈ ૪ ફૂટ ને પ ઇંચ છે જ્યારે પહોળાઈ ૩ ફૂટ ને પ ઇંચની છે. સં. ૧૫૦૪ માં દિવાળીના દિવસે ખરતરગચ્છીય શ્રી. જિનભદ્રસૂરિએ એ યંત્ર લખેલે છે, એ સંબંધી ઉલ્લેખ આ પ્રકારે છે– ___"संवत् १५०४ वर्षे दीपोत्सवदिने लिखितं प्रतिष्ठितं श्रीखरतरगच्छाधीश्वरश्रीजिनचन्द्रसूरिभिरिदं जैत्रपताकाख्ययंत्र॥ सपरिवारस्य जैत्रे वांछितसिद्धिं कुरु कुरु स्वाहा ॥” ।
આ કપડાની બંને બાજુએ રંગિત કેર છે. બીજી બે બાજુએ ચિત્ર આલેખ્યાં છે. આ ચિત્ર રજપૂતકાલીન છે. યંત્ર લાલશાહીમાં આલેખેલું છે.
* જુઓઃ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ'– મેહનલાલ ૬. દેસાઈ, પૃ૦ ૨૫૨.
+ જુઓઃ “અચલગચ્છ પટ્ટાવલી–ભાષાંતર' પૃષ્ઠ : ૧૩૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org