________________
ચાર જૈન તીર્થો
બંધાવી આપ્યું, અને શ્રીગુજરત્ન મુનિને વાચક પદવી આપવામાં આવી.
શ્રી સોમસુંદરસૂરિના સમયે સં. ૧૪૫૬ થી ૧૫૦૦ માં ઈડરમાં દિગંબર ભટ્ટારકાની ગાદી સ્થપાઈ તે પછી સેજિત્રામાં પણ ભટ્ટારકની ગાદી સ્થાપવામાં આવી. આજે પણ અહીં દિગબરનાં ત્રણ મંદિરો છે.
સં. ૧૫૨૩ ના એક પ્રતિમાલેખમાં સેજિત્રાવાસી શ્રાવકે ભરાવેલી મતિ ઉપરને લેખ આ પ્રકારે મળે છે –
"सं० १५२३ वर्षे वै० व० ४ गुरौ सोझीत्रावासिप्राग्वाटज्ञातीय व्य० हापा भार्या हांसलदे सुत व्य० गुणियाकेन भा० राजा भा० रमादे सुत व्य० आसधीर श्रीपाल श्रीरंगादिकुटुंबयुतेन श्रीकुंथुनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागच्छेशश्रीलक्ष्मीसागरसूरिभिः ॥५४
–સં. ૧૫૨૩ના વૈશાખ વદિને ગુરુવારે સેજિત્રાવાસી પિરવાડજ્ઞાતીય વ્ય, હાપા, તેની ભાર્યા હાંસલદે, તેના પુત્ર ગુણિયાકે, ભાર્યા રાજા, ભાર્યા રમાદે, તેના પુત્ર વ્ય૦ આસધીર, શ્રીપાલ, શ્રીરંગ વગેરે કુટુંબ સાથે શ્રી કુંથુનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છશ શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” લે. મોહનલાલ દ. દેસાઈ, પૃષ્ઠ : ૪૬૧.
૪. “જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ” ભા. ૨, સંપા. શ્રીબુદ્ધિસાગરસૂરિ. લેખાંકઃ ૬૮૫, પૃ૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org