SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મી લિપિ ૫૧ નુ, દશકના સ્થાનમાં ૩૦નું અને શતકના સ્થાનમાં ૩૦૦નું મૂલ્ય ધરાવે છે. તેથી હવે ૩૦ અને ૩૦૦નાં અલગ ચિહ્નોની જરૂર પડે નહિ. અંકાનું મૂલ્ય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઉત્તરાત્તર દસ-દસગણું થતું જાય. આ પદ્ધતિને દશગુણાત્તર પદ્ધતિ કહે છે તે એમાં અંકના મૂલ્યને આધાર તેના સ્થાન પર રહેલા હોય છે. ૩૪૫ જેવી સખ્યા લખવામાં શતકના સ્થાને ૩, દશકના સ્થાને ૪ અને એકમના સ્થાને પનું ચિહ્ન મૂકવાથી એને અથ ૩૦૦+ ૪૦ + ૫ = ત્રણસેા પિસતાલીસ થાય. પરંતુ ત્રોસ, એકસે, ત્રણસેા ચાર, એક હજાર આઠ વગેરે સંખ્યાએ દર્શાવવી હોય તેા એકમ, દશક, શતક વગેરેનાં ખાલી રહેતાં સ્થાનામાં શૂન્યનું ચિહ્ન મૂકવુ જ પડે. આ ચિહ્નનેઆકારશૂન્ય અવકાશ-આકાશના દેખાતા વૃત્ત આકાર પરથી ધડાયા છે. ત્રીસ માટે દશકમાં ૩ અને એકમમાં ૭, એકસેા માટે શતકમાં ૧ અને દશકમાં તથા એકમમાં ત્રસે ચાર માટે શતકમાં ૩, દશકમાં ૦ અને એકમમાં ૪, અને એક હજાર આઠ માટે શતકની પહેલાં ૧, શતકમાં તથા દશકમાં ॰ અને એકમમાં તુ ચિહ્ન મૂકવાથી અપેક્ષિત સંખ્યા સારી રીતે વ્યક્ત થાય. ܕܘ અભિલેખામાં આ નવીન અંકપતિને પ્રયાગ આઠમી સદીથી દેખા દે છે.૩૩ ઇન્ડનેશિયામાંના ભારતીય ભાષાલિપિના અભિલેખામાં એ સાતમી સદીમાં જોવા મળે છે.૩૪ પરંતુ સાહિત્યમાં તેને પ્રયાગ થાડા શતક પહેલાં જોવા મળે છે. પિંગલ-કૃત છંદઃસૂત્ર(ઈ.પૂ. ૨૦૦ પહેલાં )માં શૂન્યના ઉલ્લેખ આવે છે.૩૫ અખશાલી( પંજાબ)માંથી મળેલી અંકગણિતની ભાજપત્ર હસ્તપ્રત( ૩૭૪થી સદી)માં પણ નવીન શૈલીના અક આપેલા છે.૩૬ વરાહમિહિરે પદ્મસિદ્ધાન્તિા( ઈ. સ. ૧૦૫)માં આવેલા પ્રાચીન સિદ્ધાંતામાં પણ એ શૈલી પ્રયોજી છે.૩૭ જિનભદ્રગણિ (૬ઠ્ઠી સદી) મેટી સંખ્યાએ આ પદ્ધતિથી દર્શાવે છે.૩૮ આમ, નવીન અંકપદ્ધતિ અભિલેખામાં પ્રચલિત થઈ તે પહેલાં સાહિત્યમાં ઓછામાં ઓછી ચાર-પાંચ સદીએ વહેલી વપરાવા લાગી હતી.૩૯ આ પદ્ધતિ પ્રાચીનકાળમાં ભારતમાં જ પ્રચલિત હ।ઈ એનેા ઉદ્ભવ આ દેશમાં જ થયા સભવે છે. ભારતીય અંકચિાતી આ દશગુણાત્તર પદ્ધતિ સમય જતાં અરબસ્તાનમાં અને આગળ જતાં અરણે મારફતે યુરેાપમાં પ્રસરી.૪૦ ભારતની પ્રાચીન અંકપતિ જેવી અન્ય દેશોની સંખ્યાબંધ અંકચિદ્નાની પતિની જગ્યાએ નવ આંકડા અને મીંડાનાં ચિહ્ન વડે સવ` સંખ્યા દર્શાવવાની આ સરળ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy