SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ભારતીય અભિલેખવિદ્યા ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦ માટે એકેક સ્વતંત્ર ચિહ્ન હતું. એવી રીતે ૧૦૦, ૧૦૦૦ વગેરે માટે પણ એકેક સ્વતંત્ર ચિહ્ન હતું (પટ્ટ ૨). આમાં ૧, ૨ અને ૩નાં ચિહ્ન અનુક્રમે એક, બે અને ત્રણ આડી રેખાનાં બનેલાં છે. ૪ થી ૯ અને ૧૦ થી ૯૦નાં ચિહ્ન આકારમાં પ્રાયઃ અમુક અક્ષરો –મૂળાક્ષરો કે યુક્તાક્ષર જેવા દેખાય છે, પરંતુ એના મૂળ સ્વરૂપનું તાત્પર્ય અકળ રહેલું છે.૩૧ અક્ષરોની જેમ અંકનાં ચિહ્નોમાં પણ સમય જતાં પરિવર્તન થતું રહેતું. ૨૦૦ અને ૩૦૦ માટે ૧૦૦ના ચિહ્નની જમણી બાજુએ અનુક્રમે એક અને બે આડી રેખા જોડવામાં આવતી. ૪૦૦, ૫૦૦, ૬૦૦ વગેરે માટે ૧૦૦ના ચિહ્નની જમણી બાજુએ અનુક્રમે ૪, ૫, ૬ વગેરેનું ચિહ્ન જોડવામાં આવતું. એવી રીતે ૨૦૦૦ અને ૩૦૦૦નાં ચિહ્નો માટે તથા ૪૦૦૦થી ૯૦૦૦નાં ચિહ્નો માટે ૧૦૦૦ના ચિહ્નમાં અનુક્રમે ૧ અને ૨નાં તથા ૪થી ૯નાં ચિહ્ન જોડવામાં આવતાં. ૧૦,૦૦૦થી ૯૦,૦૦૦નાં ચિહ્ન માટે પણ ૧૦૦૦ના ચિહ્નમાં ૧૦થી ૯૦નાં ચિહ્ન અનુક્રમે જોડવામાં આવતાં. આ બધાં ચિહ્ન એકેક અને સ્વતંત્ર છે. એનો અર્થ એક જ હોય છે અર્થાત હાલનાં અંકચિહ્નોની જેમ એનું મૂલ્ય સ્થાન પ્રમાણે બદલાતું નથી. દા. ત., ૧૨૫ માટે પહેલાં ૧૦૦નું ચિહ્ન, પછી ૨૦નું અને છેલ્લે પનું ચિહ્ન લખાય; ૨૭૦ માટે પહેલાં ૨૦૦નું ને પછી ૭૦નું તેમ જ ૩૦૧ માટે પહેલાં ૩૦૦નું ને પછી ૧નું એમ બે જ ચિહ્નો જોઈએ. ૧૧,૦૦૦ માટે ૧૦,૦૦૦નું ને ૧૦૦૦નું; ૨૦૩૦ માટે ૨,૦૦૦નું ને ૩૦નું; અને ૯૯,૯૯૯ માટે ૯૦,૦૦૦, ૯૦૦૦, ૯૦૦, ૯૦ ને ૯નું. અભિલેખમાં અંકચિહ્નોની આ શૈલી અશોક મૌર્યના સમયથી (ઈ.પુ. ૩જી સદીથી) સાતમી સદી૩૨ સુધી પ્રચલિત હતી, તે પછી નવીન શૈલી પ્રચલિત થતાં એને ઉપયોગ ઘટતો ગયો ને દસમી સદીના મધ્યમાં સમૂળો લુપ્ત થઈ ગયો. નવીન શૈલી સમય જતાં અંકચિહ્નોનાં અન્ય(મીડા)ના ચિહ્નો સમાવેશ થતાં ને અંકેના સ્થાન-મૂલ્યને સિદ્ધાંત અપનાવાતાં, માત્ર ૧થી ૯નાં અંકચિહ્નો વડે -નાનીમોટી સર્વ સંખ્યાઓ દર્શાવવાનું શક્ય બન્યું ને ૧૦, ૨૦, ૩૦ આદિ અંકચિહોની સમૂળી જરૂર રહી નહિ. દા. ત. ૩નું ચિહ્ન એકમના સ્થાનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy