________________
બ્રાહ્મી લિપિ આક્રમણ સમયે ભારતના લોકોએ ગ્રીક લોકો પાસેથી લિપિજ્ઞાન મેળવ્યું. પ્રિન્સેપ તથા સેના જેવા કેટલાક અન્ય વિદ્વાનોએ પણ આવી કલ્પના કરી.૪ હૈલેવીએ લિપિના બ્રાહ્મી અક્ષરને ઉદ્ભવ ઈ. પૂ. ૪ થી સદીના અરમાઈક, ખરાબ્દી અને ગ્રીક અક્ષરેમાંથી થયું હોવાનું સૂચવ્યું."
ડો. ન્યૂલર આ સંબંધી નેધે છે કે હેલેનીને મત મૂલતઃ અસંભવિત છે, કેમકે સાહિત્યિક તથા અભિલેખિક પુરાવા પરથી સાબિત થાય છે કે બ્રાહ્મી મૌર્યકાલના આરંભ પહેલાં સદીઓથી વપરાતી હતી ને ભારતના પ્રાચીનતમ અભિલેખના સમયે એને લાંબે ઈતિહાસ થઈ ચૂક્યો હતો. આ વાંધે ઉપર જણાવેલા સર્વ મતોને લાગુ પડે છે.
કેટલાક વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમિટિક કુલની લિપિઓમાંથી થઈ હેવાની કલ્પના કરી. વિલ્સન, કસ્ટ, જેન્સ, વેબર, મૂલર વગેરે વિદ્વાનોએ બ્રાહ્મીનો ઉદ્ભવ ઉત્તરી સેમિટિક લિપિકુલની ફિનિશિયન લિપિમાંથી થયે હોવાનું સૂચવ્યું. ડકેએ સૂચવ્યું કે બ્રાહ્મી લિપિ કોઈ પ્રાચીન દક્ષિણ સમિટિક લિપિ દ્વારા આસીરિયાની કલાક્ષર ( cuneiform ) લિપિમાંથી ઉત્પન્ન થઈ છે, તો ટેયલરે સૂચવ્યું કે બ્રાહ્મીની ઉત્પત્તિ કેઈ લુપ્ત દક્ષિણી સેમિટિક લિપિમાંથી થઈ છે. આ છેલ્લા બંને મતોમાં લુપ્ત દક્ષિણી સેમિટિક લિપિને સેબિયન લિપિનું આદ્યસ્વરૂપ માનવામાં આવ્યું છે.
આ બાબતમાં ડો. ન્યૂલર નોંધે છે તેમ કઈ લિપિને કોઈ બીજી લિપિમાંથી ઉદ્ભવેલી બતાવવા માટે સાધિત લિપિના અક્ષરના સહુથી જૂના મરોડ લક્ષમાં લેવા જોઈએ ને એનાં આદ્યસ્વરૂપ એક જ કાલનાં હોવાં જોઈએ તેમ જ એનાં આદ્યસ્વરૂપ કરતાં ભારે ફેરફાર થયેલા હોય ત્યાં એ ફેરફાર નિયત સિદ્ધાંત અનુસાર થયા હોવા જોઈએ. આ દષ્ટિએ સરખાવતાં સેબિયન લિપિના અને બ્રાહ્મી લિપિના અક્ષરોમાં બે–ત્રણ અક્ષરો સિવાય કંઈ સામ્ય રહેલું માલૂમ પડતું નથી. આથી બ્રાહ્મીની ઉત્પત્તિ દક્ષિણ સમિટિક લિપિમાંથી થઈ હોવાનું માનવું અશક્ય છે. ૧૦
૧૮૯૫માં ડો. ન્યૂલરે “The Origin of the Indian Brahma Alphabet” (ભારતીય બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ) નામે પુસ્તક લખી વેબરના મતનું સમર્થન કર્યું ને એવું પ્રતિપાદિત કર્યું કે બ્રાહ્મીના ઘણા અક્ષરો પ્રાચીન ફિનિશયન અક્ષરોમાંથી અને થોડા અક્ષર આસીરિયાનાં કાટલાં પર કોતરેલા અક્ષરોમાંથી ઉદ્ભવ્યા છે.૧૧ મેકડોનાલ્ડ, રૅપ્સન વગેરે બીજા કેટલાક વિદ્વાનોએ પણ આ મત સ્વીકાર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org