________________
બ્રાહ્મી લિપિ
ખરોષ્ઠી લિપિ ભારતવર્ષના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ વપરાતી ને એ સમય જતાં સમૂળી લુપ્ત થઈ ગઈ જ્યારે બ્રાહ્મી લિપિ સમસ્ત ભારતવર્ષમાં વપરાતી ને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે આદ્યપર્યત પ્રચલિત રહેલી છે. ઉત્પત્તિ
ચીનના બૌદ્ધ વિશ્વકોશમાં જણાવ્યા મુજબ બ્રાહ્મી લિપિ બ્રહ્માએ ઉત્પન્ન કરેલી મનાતી. જેના અનુશ્રુતિ એની ઉત્પત્તિ આદિનાથ ઋષભદેવને આપે છે ને તેમણે આ લિપિ પિતાની બ્રાહ્મો નામે પુત્રીને શીખવી તેથી એ “બ્રાહ્મી” નામે ઓળખાઈ હોવાનું માને છે.
“બ્રાહ્મી” શબ્દ “બ્રહ્મ” પરથી ઉભળે છે ને સંસ્કૃતમાં “બ્રહ્મ” શબ્દના અનેક અર્થ થાય છે. એનો એક અર્થ “બ્રાહ્મણ” થાય છે ને એ પરથી આ લિપિ બ્રાહ્મણોની લિપિ હાઈ બ્રાહ્મી” કહેવાઈ એવું ધારવામાં આવ્યું છે. “બ્રહ્મ” નો અર્થ “વેદ” પણ થાય છે ને એ પરથી બ્રાહ્મી એટલે વેદના સંરક્ષણ માટે ભારતીય આર્યોએ શોધેલી લિપિ એવું પણ સૂચવાયું છે. વિદેશી ઉત્પત્તિ
પરંતુ પશ્ચિમના ઘણું વિદ્વાનોએ ધારેલું કે ભારતમાં લેખનકલાની જાણકારી ઈ. પૂ. ૫મી સદી સુધી જ માલૂમ પડે છે ને તેથી તેઓએ બ્રાહ્મી લિપિ કોઈ વિદેશી લિપિમાંથી ઉદ્ભવી હોવાનું ધાર્યું.
યુરોપમાં સાંસ્કૃતિક જીવનની લગલગ સર્વ સિદ્ધિઓનું મૂળ ગ્રીક સંસ્કૃતિમાં રહેલું હોઈ, પશ્ચિમના વિદ્વાને ભારતીય સભ્યતાની વિવિધ સિદ્ધિઓનું મૂળ પણ ગ્રીક સંસ્કૃતિમાં હોવાનું ધારી લેતા. ડો. મૂલરે કલ્પના કરી કે સિકંદરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org