________________
ખરેષ્ઠી લિપિ
૩૩
આ લિપિને વપરાશ મુખ્યત્વે ઈ. પૂ. ચોથી સદીથી ઈસ.ની ત્રીજી સદી સુધી રહ્યો. ૧૪ પછી એ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ.૧૫
લક્ષણે
ખરોષ્ઠી લિપિમાં સ્વરોમાં તથા સ્વરમાત્રાઓમાં હસ્વ-દીર્ઘને ભેદ દર્શાવતાં અલગ ચિદન ભાગ્યે જ વપરાતાં. ૧પ અનુનાસિક માટે હંમેશાં અનુસ્વાર પ્રજાનો.૧૬ ઘણા સંયુક્તાક્ષરોનું સરલીકરણ થતું, જેમકે ઊંને બદલે છે અને કરવાને બદલે તે. અક્ષરને મરેડ ઘણો વળાંકદાર છે. આ લિપિનાં લખાણોમાં લીટીઓ લબી બાજુથી જમણી બાજુ તરફ નહિ, પણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાય છે. ૧૭
આ લિપિ મુખ્યત્વે કારકુને, ગુમાસ્તાઓ અને વેપારીઓ માટેની લિપિ છે, પંડિતો માટેની નહિ. આ લિપિમાં પ્રાકૃત લખાણો સહેલાઈથી લખી શકાતાં, સંસ્કૃત લખાણો માટે એમાં કેટલાક ઉમેરો કરવા પડતાકેમકે સંસ્કૃત વર્ણમાળાની જરૂરિયાતની દષ્ટિએ એમાં કેટલીક ઊણપ રહેલી હતી. આ લિપિ કેટલીક સદીઓ સુધી વપરાઈ, પરંતુ એના અક્ષરોનાં સ્વરૂપોમાં સમય જતાં કંઈ પરિવર્તન થતું ભાગ્યે જ જોવામાં આવે છે. ૧૭
ઉત્પત્તિ
પંક્તિલેખનની દિશા પરથી તરત જ માલૂમ પડે છે કે ખરોષ્ઠી લિપિ સેમિટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી સેમિટિક વર્ગની લિપિઓ. પૈકી ઉત્તરી સેમિટિક કુલની એવી અરમાઈક લિપિના કેટલાક અક્ષરો (4,1, ,, , 4, 5, ૨, ૩, ૫, ૬ અને ૪ ) સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરે ઠીક ઠીક સામ્ય ધરાવે છે.૧૮ આ અરમાઈક અક્ષરના મરોડ ઈ. પૂ. પાંચમી સદીના છે; અને ખરોષ્ઠી લિપિને એકંદર મરોડ મેસેપિોટેમિયાનાં તોલા તથા ત્યાંની મુદ્રાઓ અને તકતીઓ પરના અરમાઈક અક્ષરોના મરોડને મળતો આવે છે.
અરમાઈક લિપિ આસીરિયા અને બાબિલોનિયામાં રાજકીય તથા વાણિક જ્યિક કામમાં વપરાતી. ઈરાનના હખામની ( ઍખેમની) વંશના સમ્રાટોના શાસનકાળ (ઈ. પૂ. ૫૫૮-૩૩૧) દરમ્યાન આ લિપિ મિસર, અરબસ્તાન, એશિયા માઈનોર વગેરે દેશોમાં વ્યાપક પ્રસાર પામી. હખામની સમ્રાટ કુરુષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org