________________
ભારતમાં લેખનકલાની પ્રાચીનતા....
૨૩ સરખાવી જોઈ તો એ તમામ લેખોમાં છેલ્લા બે અક્ષર એકસરખા નીકળ્યા. એમાંના પહેલા અક્ષરને કાને હતો ને બીજાને અનુસ્વાર હતો. વળી એ બે અક્ષરોની પહેલાનો અક્ષર સ હતો ને એની પહેલાંના અક્ષર જુદા જુદા હતા. પૂર્વાપર સંબંધ પરથી પ્રિન્સેપે કલ્પના કરી કે છેલ્લા બે અક્ષર ના હોવા જોઈએ ને તેની પહેલાં જુદા જુદા દાતાઓના નામ હોવાં જોઈએ. આ પરથી છે અને ન ઓળખાયા એટલું જ નહિ, તે પ્રત્યય પરથી આ લેખની લિપિ પ્રાકૃત હોવાનું જાણવા મળ્યું.૪૧ એ પહેલાં ગુપ્તકાલીન લેખોની જેમ આ પ્રાચીન લેખોની ભાષા સંસ્કૃત હોવાનું માની લેવામાં આવેલું. ભાષાને ખરો ખ્યાલ આવતાં એ લેખોના અક્ષર બંધ બેસાડવામાં સરળતા આવી.
હવે દિલ્હી, અલાહાબાદ, સાંચી, માળિયા, રાધિયા, ગિરનાર, ધૌલી વગેરે સ્થળોએ આવેલા પ્રાચીન પ્રાકૃત અભિલેખ બરાબર વાંચી શકાયા. એમાંના ઘણા રતંભલેખ તથા શિલલેખ “દેવના પ્રિય પ્રિયદર્શી રાજા એ લખાવેલા નીકળ્યા ને આગળ જતાં એ રાજા મૌર્ય સમ્રાટ અશોક હોવાનું માલૂમ પડ્યું.
પ્રિન્સેપે બેસાડેલા અક્ષરો પૈકી ૩ અને ગો સિવાયના બધા અક્ષર ખરા નીકળ્યા. પછી બાકીના છ અક્ષરને પણ પત્તો લાગ્યો. અને શ કનિંગહમે ઓળખ્યા, ને એક મરોડ સેના અને બીજો મરોડ હોનલે ઓળખે, છે ન્યૂલરે ઓળખ્યો ને 7 ગ્રિયરસને. હું પણ ખૂલરે બંધ બેસા.૪૨
આમ પૂર્વકાલીન બ્રાહ્મી લિપિ ઉકેલવામાં પણ જેમ્સ પ્રિન્સેપનો ઘણો ફાળો રહેલો છે. આથી એમને ભારતીય પ્રાચીનલિપિવિદ્યાના પિતા ગણવામાં આવે છે.
ખરોષ્ઠી લિપિ
બ્રાહ્મી-ગુપ્ત-નાગરી લિપિ કરતાં સાવ ભિન્ન એવી ખરેષ્ઠી લિપિના લેખ ૧૮૧૮-૨૩ દરમ્યાન કર્નલ ટંડને કેટલાક સિક્કાઓ પર મળેલા. એ સિક્કાઓની એક બાજુ પર ગ્રીક ભાષામાં લખેલું લખાણ ગ્રીક લિપિમાં કતરેલું હતું. યુરોપીય વિદાનોને આ લખાણ વંચાતું હતું, છતાં એ સિક્કાઓની બીજી બાજુ પર કોતરેલું લખાણ ઉકલતું નહોતું, કેમકે એ લખાણ કઈ ભાષામાં હતું તે સમજાતું નહિ. ઉત્તરકાલીન વિદેશીઓના સિક્કાઓ ઈરાનની સાસાની ભાષામાં હોવાથી ટોડે ૧૮૨૪માં આ પૂર્વકાલીન વિદેશીઓના સિક્કાઓ પરનાં એ લખાણ સાસાની ભાષામાં હોવાની કલ્પના કરી.૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org