________________
ભારતીય અભિલેખવિદ્યા વિડની આ શોધ ઘણી ઉપયોગી ગણાઈ પરંતુ થોડાં વર્ષો પછી માલૂમ પડ્યું કે કાશીના વૃદ્ધ પંડિત લખી આપેલો પાઠ કપોલકલ્પિત હતો ને એને મૂળ અભિલેખો સાથે કંઈ સંબંધ નહોતો !૩૭
એશિયાટિક સોસાયટીના સંગ્રહમાં દિલ્હી અને અલાહાબાદના સ્તંભલેખોની તથા ખંડગિરિના ગુફાલેખોની નકલો આવેલી હતી, પરંતુ વિશ્ર્વની શોધ નિષ્ફળ જવાથી કેટલાંય વર્ષો સુધી એ લેખો ઉકેલવાની કેશિશ થઈ નહિ. આખરે ૧૮૩૪-૩૫ માં જેમ્સ પ્રિન્સેપે એ લેખોનો મર્મ જાણવાની ઈચ્છાથી એના અક્ષર ઉકેલવા માટે સ્વતંત્ર પુરુષાર્થ આદર્યો. અલાહાબાદ, રાધિયા (બિહાર) અને માળિયા (બિહાર)ના સ્તંભલેખોની છાપને દિલ્હીના સ્તંભલેખ સાથે સરખાવી જોતાં માલૂમ પડ્યું કે એ ચાર લેખ એક જ છે. આથી પ્રિન્સેપનો ઉત્સાહ વધે ને એમને પોતાની જિજ્ઞાસા પાર પડવાની આશા બંધાઈ. હવે એમણે અલાહાબાદ સ્તંભલેખના અક્ષરોનું પૃથક્કરણ કર્યું, તો ગુપ્તલિપિના અક્ષરોની જેમ આ લિપિના અક્ષરોમાં પણ અંતર્ગત સ્વરમાત્રાઓનાં ચિહ્ન લાગેલાં જણાયાં. આ પરથી એ લિપિ ગ્રીક હોવાને ભ્રમ ભાગ્યો.૩૮
આ લેખોના અક્ષર જોતાં સામાન્ય માણસને તો એ ગ્રીક જેવી કોઈ યુરોપીય લિપિના અક્ષર જેવો ભાસ થાય તેમ છે. ટીમ કેરિએટ નામે યુરોપીય પ્રવાસીએ એને સિકંદરે પોતાના વિજયની યાદગીરીમાં કોતરાવેલો સ્તંભલેખ માની લીધેલો !૩૮ પરંતુ પ્રિન્સેપના પ્રયત્નથી હવે સ્પષ્ટ થયું કે આ પ્રાચીન લેખો પણ અહીંની લિપિમાં કોતરેલા છે.
પ્રિન્સેપે સ્વરચિહ્નો ઓળખી લીધા બાદ મૂળાક્ષરોને ઓળખવા માટે એ લેખોના દરેક અક્ષરને ગુપ્તલિપિના અક્ષરો સાથે સરખાવીને જે અક્ષર મળતા આવે તેને વર્ણમાલામાં ક્રમવાર દાખલ કરવા માંડ્યા. આ રીતે અનેક અક્ષર ઓળખાયા.૪૦
એ અરસામાં જેમ્સ સ્ટીવન્સન પણ આ અક્ષરો ઓળખવા મથતા હતા. એમણે જે, , ૫ અને ૨ અક્ષર ઓળખ્યા.
પરંતુ બીજા કેટલાક અક્ષર ઓળખાતા નહિ ને ઓળખાયેલા અક્ષરોને આધારે વંચાતાં પદ બરાબર બંધ બેસતાં નહિ.
૧૮૩૭માં પ્રિન્સેપે સાંચીનો સ્તૂપનાં તોરણોના સ્તંભો તથા ત્યાંની વેદિકાઓ પર કતરેલા નાના નાના લેખોની છાપ એકઠી કરી તેને એકબીજી સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org