SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ભારતીય અભિલેખવિદ્યા અર્થઘટન અને સંશોધન આથી અભિલેખમાંથી ઉપલબ્ધ થતી માહિતીને ઉપયોગ કરતાં પહેલાં પૂરતી સાવધતા રાખવી પડે છે, જેમ બીજાં સાધનોને ઉપગ કરતાં રાખવી પડે તેમ. કઈ પણ છૂટક અભિલેખમાંથી મળતી હકીકતને અન્ય લેખો તથા સાધનો પરથી મળેલી નિશ્ચિત હકીકત સાથે સરખાવીને એની શ્રદ્ધેયતા ચકાસવી પડે છે ને એ બે વચ્ચે વિરોધ કે અસંગતિ માલૂમ પડે, તો એની તુલનાત્મક શ્રદ્ધેયતા નક્કી કરવી પડે છે. આ સિદ્ધાંત ઈતિહાસ-સંશોધનનાં સર્વ સાધનોને લાગુ પડે છે. ઈતિહાસના અન્વેષણમાં એને ઉપયોગી નીવડે તેવી હરકેઈ સામગ્રીને એના કાચા સ્વરૂપમાં સ્વીકારી ન લેવાય, એને સર્વશઃ ચકાસીને એનું સંશધન (શુદ્ધીકરણ) કરવું પડે ને એ પછી જ એ શુદ્ધ કરેલી સામગ્રીનો આધાર લઈ શકાય. દરેક પ્રકારની સામગ્રીના અર્થઘટનમાં લેખકના અંગત રાજકીય કે સાંપ્રદાયિક રાગદ્વેષને ખ્યાલમાં રાખીને જ એની યથાર્થતા કે શ્રયતાને અંગીકાર થઈ શકે. આથી ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણ વચ્ચે સંશોધન ઘણું મહત્વ ધરાવે છે. પાદટીપ ૧, મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૧૦-૫૧૯; प्राचीन भारतीय अभिलेखोंका अध्ययन, ख. १, पृ. ७८-८४ ૧ અ. S. I, Book III, Nos. 18, 19, 36 and 39 ૨. હ. ગ. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પ્ર. ૭ ૩. હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ” પૃ. ૧૫૩–૧૫૫ ૪. એજન, પૃ. ૨૨૯-૨૪૧ ૫. I. E., pp. 388 ff; પ્રાચીન મરતીય મિલ્લા મધ્યયન, સં. ૧, પૃ. ૮૫-૮૮ ૬. સામાન્યતઃ ૧ દંડ= હસ્ત ૭. જુઓ ઉપર પૃ. ૩૧૮. ૮મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. પર૫–૫૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy