________________
અભિલેખાનુ' ઐતિહાસિક મહત્ત્વ
૩૭૫
ત
અસંભવિત નથી; પરંતુ એ વ શેાના રાજાઓને કાઈ પુરાણ-પ્રસિદ્ઘ રાજવશ સાથે સાંકળવા માટે એ પૌરાણિક વંશના છેલ્લા જ્ઞાત રાન્નની અને આ ઐતિહાસિક વશના પહેલા જ્ઞાત રાજાની વચ્ચે સબંધ જોડી દેવામાં આવે છે !૧૩૫ સૂર્યના કે ચંદ્રના વશ સાથે રાજવ ́શને સાંકળવાની વૃત્તિ પછીના કાલમાં વધતી ગઈ. ઘણા રાજવંશેાને તથા ઘણી જનજાતિઓને યાદવવંશ સાથે સાંકળવાનું વલણ પ્રવતું. પ્રતીહારા રામના પ્રતીહાર બનેલા લક્ષ્મણના વંશજ ! ચૌલુકયાની જેમ પરમારાની ઉત્પત્તિ પણ તેના નામના કલ્પિત અથ પરથી ઉપજાવવામાં આવતી.૧૩૬ પરમારા, પ્રતીહારા, ચૌલુકયા અને ચાહમાને વળી આયુ પર વસિષ્ઠના અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયેલા મનાતા ! કોઈ પણ દેશી—વિદેશી કુલના શાસકે! સત્તારૂઢ થાય કે તરત જ તેને ક્ષત્રિય વણ્ના અને કાઈ પુરાણ-પ્રસિદ્ધ ક્ષત્રિયવંશના ઠરાવવા માટે ભાટચારણા પ્રવૃત્ત થતા ને તેઓની રુચિર કલ્પનાને તેએના પ્રશસ્તિકારા પ્રચલિત કરતા. આવી કાલ-કહિપત પૌરાણિક કલ્પનાએ એ રાજકુલાની ઐતિહાસિક કે વાસ્તવિક ઉત્પત્તિને ઢાંકી દે છે. આથી ભારતમાં અનેક રાજકુલેાની ખરી ઉત્પત્તિ સમજવા માટે ઇતિહાસકારા ધણી મૂંઝવણ અનુભવે છે.
ઘણાખરા રાજકીય અભિલેખેાનું લખાણ સુશિક્ષિત અધિકારીઓએ કે વિદ્વાન કવિઓએ તૈયાર કર્યું હાય છે, પરંતુ ધણા લૌકિક અભિલેખાતુ લખાણ અધ-શિક્ષિત માણસાએ લખ્યું હોય છે. એમાં ભાષાશુદ્ધિ તથા વિગતશુદ્ધિની અનેક ઉપેા રહેતી હૈાય છે. વળી ઘણી વાર શિલાલેખ કાતરનાર સલાટા તથા તામ્રપત્ર કેાતરનાર ક ંસારા સુશિક્ષિત ન હોઈ લખાણ કોતરવામાં અનેક ભૂલા કરી બેસે છે. આથી કેટલાક અભિલેખા વાંચવામાં ઘણી પાઠશુદ્ધિ વિચારવી પડે છે. હસ્તલિખિત ગ્ર ંથાની જેમ અભિલેખામાં એક જ લખાણની જુદી જુદી પ્રતા ભાગ્યે જ મળે છે, તેથી પાઠાંતર-તુલનાને લાભ મળતા નથી. કેટલીક વાર પ્રાચીન રાજાઓને નામે પછીથી બનાવટી લખાણ ઉપજાવીને કોતરવામાં આવતાં. આવી બનાવટ ખાસ કરીને ભૂમિદાનને લગતાં તામ્રપત્રોમાં માલૂમ પડે છે. આ અભિલેખોમાં કોઈ જૂનાં દાનશાસનેાનું અનુકરણ કરીને કેટલીક નવી હકીક્ત ઘુસાડી હોય છે, પરંતુ એમાં જાણ્યે-અજાણ્યે પેાતાના કાલની અસર નીચે કંઈ ને કંઈ અસંગતિ આવી જાય છે તે સંશોધનકારાના
અભ્યાસમાં એ અભિલેખા બનાવટી હોવાનુ પકડાઈ જાય છે. આમ અભિલેખે અનેક રીતે સાહિત્ય કરતાં વધુ મહત્ત્વ ધરાવતા હોવા છતાં, એમાં પણ કેટલીક ઊણપા અને મર્યાદાઓ રહેલી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org