________________
અભિલેખાનુ ઐતિહાસિક મહત્ત્વ
૩૬૧
ચણાવીને શ્રી બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરી છે.)ને શુ'ખાદ્વાર ખેટના વિ.સ. ૧૯૩૫(ઈ. સ. ૧૮૫૯)ના શિલાલેખમાં તે છે સ. ૧૬૩૧ વા આવળ, વીર્ १२ बुधेनु महाराजाधिराज मिरजां महाराओ श्री खेगारजी बाहादुरखां मातुश्री बाईसाहेब श्री नानीबा झालीये आ श्रीना मंदरनु काम तथा मंदिरने सामो श्री हनुमानजीवालो दरवाजा छे ते उपर मज़ला बेनी भो बंचाची तेनुं काम संपूर्ण करावयु છે.૭૪૮ (તે પછી સં. ૧૯૩૫ના શ્રાવણ વદ ૧૨ મુદ્દે મહારાજાધિરાજ મિર્જા મહારાવ શ્રી ખેંગારજી બહાદુરનાં માતુશ્રી બાઈ સાહેબ શ્રી નાનીખા લીએ આ શ્રીના મંદિરનું કામ તથા મંદિરના સામેા શ્રી હનુમાનજીવાળા દરવાજો છે તેની ઉપર મજલા એન્રી ભાં બંધાવી તેનું કામ સંપૂર્ણ કરાવ્યું છે.)
બ્રિટિશ કાલ દરમ્યાન અંગ્રેજી, ફ્રેંચ, પોર્ટુગીઝ, ડચ વગેરે યુરેશીય ભાષાઓના ઉપયેાગ થયા ને બ્રિટિશ હિંદમાં તેમ જ તેમાં સંલગ્ન દેશી રાજયમાં અંગ્રેજી ભાષાના અહેાળા ફેલાવા થયા, તેનું પ્રતિબિબ તે સમયના અભિલેખામાં પડે છે. એવી રીતે આઝાદ ભારતમાં રાષ્ટ્રભાષા તથા પ્રાદેશિક ભાષાઓને ઉપયાગ વધતા જાય છે તે વમાન ભાષાઓના વ્યાકરણ, જોડણી, શબ્દભંડાળ વગેરેમાં જે સુધારા-વધારા થતા જાય છે તેનું ય પ્રતિબિંબ પડે છે. આમ અભિલેખાના લખાણ પરથી તે તે પ્રદેશની તે તે કાલની પ્રચલિત ભાષા તથા તેનાં સ્વરૂપે વિશે સપ્રમાણ માહિતી મળે છે તે તે માહિતી એ ભાષાઓના વિકાસના ઇતિહાસ તૈયાર કરવામાં ઘણી ઉપયોગી નીવડે છે.
એવી રીતે લિપિના પ્રકારે અને એના ક્રમિક વિકાસના ઇતિહાસ માટે અભિલેખા ઘણુ મહત્ત્વનુ' સાધન છે.
આ બીજી સહાસ્રાબ્દીનાં તે તે સમયનાં પ્રચલિત લિપિ–સ્વરૂપ તે± હસ્તલિખિત ગ્રંથેાની લિપિ પરથી ય જાણી શકાય છે, પર ંતુ પહેલી સહસ્રાઠ્ઠીની હસ્તલિખિત પ્રતા ભાગ્યે જ જળવાઈ હોય છે. આથી એ પ્રાચીન કાલમાં જુદા જુદા પ્રદેશમાં તે તે સમયે કેવી લિપિ પ્રચલિત હતી તેની માહિતી મુખ્યત્વે તે તે સમયના અભિલેખેા પરથી જ ઉપલબ્ધ થાય છે.
આદ્ય-અતિહાસિક કાલની હરપ્પીય લિપિ હજુ ઊકલી નથી, પરંતુ એનુ ખાદ્ય સ્વરૂપ જાણી શકાયુ છે. મૌયકાલીન અભિલેખા પરથી તે કાલની બ્રાહ્મી, ખરાખી, અરમઇક અને ગ્રીક લિપિનું સ્વરૂપ જાણવા મળ્યુ છે. પછીના અભિલેખા પરથી જુદા જુદા પ્રદેશમાં બ્રાહ્મી લિપિનું કેવું રૂપાંતર થતું ગયું ને તેમાંથી સમય જતાં દેવનાગરી, ગુજરાતી, ગાળી, કન્નડ, તેલુગુ વગેરે વત માન લિપિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org