________________
૩૪૦
ભારતીય અભિલેખવિદ્યા
(ચંદ્ર) જેવા મંત્રી તેજપાલે શંખ જેવી ઉજજ્વળ શિલા-શ્રેણીઓ વડે ઈદુ અને કુંદાગરા)ના જેવું રુચિર નેમિનાથનું મંદિર કરાવ્યું. એમાં ઊંચો મંડપ શેભે છે. તેની બાજુમાં બાવન જિનાલયે છે ને મેખરે બલાનક છે. ૬૧ શ્રીમાન ચંડપમાંથી ચંડપ્રસાદ થયો, તેનામાંથી સેમ થયો, તેનો પુત્ર અશ્વરાજ નામે થયે, તેને પવિત્ર આશયવાળા અને જિનમત રૂપી ઉદ્યાનમાં ચઢતા નીરદ (વાદળ) જેવા શ્રીમાન લૂણિગ, મલવ, વસ્તુપાલ અને તેજ:પાલ નામે પુત્ર છે. ૬૨ શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરને શ્રી જંત્રસિંહ નામે પુત્ર છે અને તેજ:પાલને વિખ્યાત મતિવાળા લાવણ્યસિંહ નામે સુત છે. જિન(તીર્થ. કર)ના દર્શન અર્થે જતા ફિપાલેના જેવા તેઓની ઉત્તમ ગજના સ્કંધ પર આરૂઢ થયેલી દસ મૂર્તિઓ લાંબો કાલ શોભે છે. ૬૩ ગજવધૂની પીઠ પર સ્થપાયેલી મૂર્તિઓની પાછળ, ચૌલુક્ય નૃપ વિરધવલના અનન્ય બંધુ અને શ્રી વસ્તુપાલના અનુજ, સુમતિવાળા આ તેજ:પાલે નિર્મળ પથ્થરના ખત્તકે(ગોખલાઓમાં મૂકેલી પત્નીઓ સહિત તેઓની દસ મૂર્તિઓ કરાવી. ૬૪ સકલ પ્રજા જેના વડે ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની સમીપમાં, સરેવરની સમીપમાં રહેલા સ-ફલક સહકાર(આમ્રવૃક્ષ)ની જેમ, સફળ ૩૫ તેજપાલ શેભે છે. ૬૫ તે બે ભાઈઓએ દરેક નગર, ગામ, માર્ગ, પર્વત અને સ્થળે વાપી, કૃપ, જલાશય, વન, સરોવર, પ્રાસાદ, સત્ર વગેરે ધર્મસ્થાનોની નવી અતિરુચિર પરંપરા કરી છે કે એને જીર્ણોદ્ધાર કર્યો છે, તેનું નિરૂપણ કરી શકાય ? જે કરી શકાય તો તે માત્ર મેદિની (પૃથ્વી, જાણે છે. ૬૬ જે સબુદ્ધિવાળા શંભુના શ્વાસ-ઉચ્છવાસ ગણી શકે અથવા માકડ નામે મુનિનાં નેનાં ઉમીલન-મીલન ગણી શકે તે પણ અન્ય કાર્ય તજીને આ બે સચિવોએ કરાવેલાં સુકૃતોના સંકીર્તનને વિસ્તાર કરી શકે તો કરી શકે. ૬૭ અશ્વરાજની શાશ્વત કીતિ સર્વત્ર પ્રવર્તી, જેની સંતતિ સુકૃત અને ઉપકાર કરવાનું જાણે છે. ૬૮
“ચંડપથી અલંકૃત કુલના ગુરુ, નાગેન્દ્ર ગચ્છની લક્ષ્મીના ચૂડારને રૂપ, અનાયાસ મહિમા સિદ્ધ કરનાર, મહેન્દ્ર નામે સૂરિ હતા. તેમના શિષ્ય) શાંતિસૂરિ હતા, જેમનું ચરિત વિસ્મયજનક અને સુંદર હતું. તેમના પછી આનંદસુરિ અને અમરસૂરિની જોડી થઈ જેની પ્રભા ઉદામતા ચંદ્ર અને સૂર્યના જેવી પ્રદીપ્ત હતી. ૬૮ તેના પછી પાપહારી હરિભદ્રસૂરિ થયા, જે જૈન શાસન રૂપી ઉપવનના નૂતન નીરદ(વાદળ)રૂપ હતા. પછી આ વિજયસેન મુનીશ્વર પ્રસિદ્ધ છે, જે વિદ્યાના મદના ઉમાદના રોગ માટે સર્વોત્તમ વૈદ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org