________________
સેલંકી રાજ્યના શિલાલેખ
૩૩૯
વ્યાધિ, શુક્ર વગેરે બુદ્ધિશાળી મંત્રીઓને વિધાતાએ આને (તેજપાલને) સજ. વાને અભ્યાસ (મહાવરો) કરવાની રીતે જગતમાં ઉત્પન્ન કર્યા હતા, નહિ તો તે તેજપાલ તેઓમાં અધિકતા ક્યાંથી પામે ? ૪૮ દેહધારીઓના કલ્યાણનું સ્થાન, બલિએ કરેલી પૃથ્વી પરથી સ્થિતિનું પાલન કરતો, શ્રી વસ્તુપાલન અનુજ તેજપાલ છે, જોવા લાયક એવા જેને જોઈને કામદંકિ પિતાના ગુણસમૂહને બહુ માનતો નથી ને ચાણકય પણ હૃદયમાં વિસ્મય પમાડતો નથી. ૪૯
હવે શ્રી તેજપાલની પત્ની શ્રી અનુપમદેવીના પિતૃવંશનું વર્ણન:
પ્રાગ્વાટરવાડ) વંશના શણગારને અનન્ય મુકુટ, શ્રીસંપન્ન ચંદ્રાવતીને વાસ્તવ્ય (નિવાસી), પ્રશંસનીય કાતિની લહરીથી જેણે ભૂમિતલને પ્રક્ષાલિત કર્યું હતું તેવો, શ્રી ગાંગા નામે સુધી (સુબુદ્ધિ) જન્મ્યો હતો, જેના ચરિતના અનુરાગથી કોણ આનંદ પામે નહોત, કોણે મસ્તક ડોલાવ્યું નહોતું કે કેને રોમાંચ થયે નહોતો ? પર તેને સજજનોના પથને અનુસરતો ધરણિગ નામે પુત્ર થશે, જે ગુણવાન૩૨ હારની જેમ પોતાના સ્વામીના હૃદયમાં રહ્યો. ૫૧ એને ત્રિભુવનમાં વિખ્યાત શીલથી સંપન્ન ત્રિભુવનદેવી (નામે) પત્ની હતી. એ બેનાં અંગ જુદાં હતાં, પણ મન એક હતું. પર શીલમાં સાક્ષાત દક્ષાપત્રી (સતી) જેવી અનુપમદેવી પતિ શ્રી તેજપાલથી યુક્ત થઈ ૫૩ આ અનુપમદેવી, દિવ્ય આચારરૂપી પુષ્પની લતા, તેજ પાલ મંત્રીશ્વરની પત્ની થઈ નય, વિનય, વિવેક, ઔચિત્ય, દાક્ષિણ્ય દાન વગેરે ગુગોના સમૂહ રૂપી દુથી એનું સકળ ગાત્ર પ્રકાશિત હતું. ૫૪ તે બંને પુત્ર લાવણ્યસિંહ ઈદ્રિય રૂપી દુષ્ટ અશ્વોના વેગને જીત કામદેવને પ્રિય વય (અર્થાત યૌવન) પ્રાપ્ત કરીને પણ ધર્મનું અનન્ય વિધાન કરતા માર્ગે ચાલે છે. ૫૫ શ્રી તેજપાલના આ પવિત્ર પુત્ર શ્રી લૂણસિંહના ગુણોની સ્તુતિ કોણ નથી કરતા ? લક્ષ્મીના બંધનમાં નહિ બંધાયેલા છે (ગુણા)એ ત્રિલોકમાં કીર્તિની ઉદામતા કરી છે. ૫૬ ગુણરૂપી ધનના નિધિને આ કલશ ખુલે છે૩૩ ને ખલરૂપી સર્પોથી વીંટાયેલ નથી. સજજનો એને ભોગવતા રહે છે, છતાં એ સતત વૃદ્ધિ પામે છે. પ૭ મલદેવ સચિવને લીલુકાથી જન્મેલી પૂણસિંહ નામે પુત્ર છે, તેનો અહણદેવીથી થયેલ સુકૃતોના સ્થાન રૂપ પેથડ (નામે) આ પુત્ર આનંદ કરે છે. પ૮
તેજપાલ મંત્રીની અનુપમ પની થઈ એ બેની લાવણ્યસિંહ નામે આ આયુષ્માન પુત્ર છે. ૫૯ તે તેજપાલે તે પુત્ર અને પત્નીના પુણ્ય અર્થે અબુંદ (આબુ) પર શ્રી નેમિનાથને આ પ્રાસાદ કરાવ્યો. ૬. પૃથ્વી પર ઈંદુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org