________________
૩૨૩
સોલંકી રાજ્યના બે શિલાલેખ કોડા ગ્રામમાં ત્રણ હળની ભૂમિ દાનમાં દીધી. એના ખૂટ પૂર્વ દિશામાં દધિમતી નામે નદી, ઉત્તર દિશામાં ક્ષારવહ.”
પંચમહાલમાં ઈ. સ. ૧૮૮૧ માં દુકાળ પડ્યો ત્યારે રાહત કાર્ય દરમ્યાન દાહોદના છાબુઆ તળાવ પાસેથી આ શિલાલેખ મળેલો. આ શિલા લગભગ ૪૬ સે. મી. (૧ ફૂટ) ઉંચી છે.
આ લેખ Indian Antiquary ના Vol. X માં પ્રગટ થયો છે.
લેખ સાદી સંસ્કૃત ભાષામાં છે. એને આરંભ “૩ઝ ના માવતે વાવાય એ દ્વાદક્ષાક્ષરી મંત્રથી થાય છે ને લેખ નારાયણના મંદિરને લગતો છે.
લેખને મુખ્ય ભાગ પઘમાં છે. લે. ૧, ૨, ૪ અને ૫ અનુણુભ છંદમાં છે. લે. ૩ આર્યા છંદમાં છે. લો. ૫ પછી ગોળનારાયણની પ્રતિષ્ઠાને સમયનિર્દેશ ગદ્યમાં કરવામાં આવ્યો છે.
એ પછીને ભાગ પુરવણી રૂપે પછી ઉમેરાયે લાગે છે. એમાં એ મંદિરને ભૂમિદાન દીધાની હકીકત આપેલી છે.
આ લેખને પૂર્વ ભાગ ગુજરેશ્વર જયસિંહદેવના રાજ્યકાલનો છે. પહેલા બે શ્લોકોમાં એ રાજાનાં મહાન પરાક્રમ વર્ણવ્યાં છે. ગુજરમંડલને રાજા જયસિહદેવ એ ચૌલુક્ય (સોલંકી) વંશને સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ છે. એણે સેરઠના ચૂડાસમા રાજા રા'ખેંગારની રાજધાની પર ચડાઈ કરી એને યુદ્ધમાં માર્યો હતો ને માળવા પર ચડાઈ કરી ત્યાંના રાજા યશોવર્માને કેદ કરી પિતાની સાથે અણહિલવાડ આણ્યો હતો એ હકીકત જાણીતી છે.
સેરઠ સિદ્ધરાજે વિ. સં. ૧૧૭૦ (ઈ. સ. ૧૧૧૩-૧૧૧૪)માં જીત્યું લાગે છે. “પ્રબંધચિંતામણિમાં તો સિદ્ધરાજે સોરઠના રાજાને દ્રવ્ય રાખવામાં વાસણ વડે મારી નાખ્યા હોવાનું જણાવ્યું છે. પરંતુ આ શિલાલેખમાં એને કારાગૃહમાં નાખ્યો હોવાનું જણાવ્યું છે. એની રાણી રાણકદેવીને સિદ્ધરાજ પકડી પાટણ લઈ ગયે પણ એ છેવટે વઢવાણુ આગળ સતી થઈ એવી અનુ
તિ છે. એ પરથી શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી ધારે છે કે સિદ્ધરાજ સેરઠના રાજાને કેદ કરી પાટણ લઈ ગયો હશે અને એ સિદ્ધરાજનું આધિપત્ય સ્વીકારી છૂટો થયે હશે ને પછી કઈ કારણથી વઢવાણ આગળ મૃત્યુ પામ્યો હશે,*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org