________________
૩૦૪
ભારતીય અભિલેખવિદ્યા
ધમ હતા, ધમરાજ(યુધિષ્ઠિર)ની જેમ જેને વિનય અને વ્યવસ્થા પદ્ધતિ હતી, અખિલ ભુવનમંડલ વિસ્તારના અનન્ય સ્વામી એવા પરમસ્વામીએ જાતે જેના રાજ્યાભિષેક કર્યાં હતા, તે જેની રાજશ્રી મહાદાનથી પુનિત થઈ હતી તેવા પરમ માહેશ્વર મહારાજ શ્રી દ્રોણસિંહ ;
“તેના અનુજ, સિંહની જેમ પોતાના બાહુબળના પરાક્રમ વડે શત્રુએ રૂપી ગજોના સમૂહ પર અનન્ય વિજય કરનાર, શરણે ઇચ્છનારાઓનુ શરણ, શાસ્ત્રાથતવાના જાણકાર, કલ્પતરુની જેમ સુહૃદ તથા યાચકોને અભિલાષા પ્રમાણે ઇચ્છાલ ભાગ દેનાર, પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧ લેા) ;
“તેને અનુજ તેના ચરણકમળને કરેલા પ્રણામથી જેનાં અશેષ પાપ ધાવાઈ ગયાં છે તેવા, જેણે પેાતાના વિશુદ્ધ ચરિત રૂપી જળ વડે કલિ(યુગ)નાં અશેષ કલંક ધાયાં છે તેવા, શત્રુપક્ષને જબરજસ્ત રીતે હરાવીને જેને મહિમા પ્રસર્યાં છે તેવા, પરમ આત્મિભકત શ્રી મહારાજ ધરપટ્ટ;
“તેનેા સુત (પુત્ર), જેણે તેના ચરણની પૂજાથી પુણ્યાય પ્રાપ્ત કર્યાં છે તેવા, નાનપણથી ખડૂગરૂપી ખીજા બાહુવાળા, શત્રુઓના માળા ગજોની ઘટાના સ્ફાટન વડે જેણે સત્ત્વ(બળ)ના નિકષ પ્રકાશિત કર્યાં છે તેવે, તેના પ્રભાવથી નમેલા શત્રુના ચૂડારત્નની પ્રભા સાથે જેના ડાબા પગના નખની પંકિતનાં કિરણ ભળ્યાં છે તેવા, સકલ સ્મૃતિએ રચેલા માર્ગના સારા પરિપાલન વડે પ્રજાના હૃદયનું રંજન કરી જેણે ‘રાજન’શબ્દને સાક કર્યાં છે તેવા,રૂપ કાંતિ સ્થિરતા કૌય બુદ્ધિ અને સ ંપત્તિમાં (અનુક્રમે) સ્મર (કામદેવ), શશાંક (ચંદ્ર), ગિરિરાજ (હિમાલય), ઉધિ (સાગર), દેવાના ગુરુ (બૃહસ્પતિ) અને ધનેશ(કુશ્નેર)થી ચઢિયાતા, શરણે આવેલાને અભય દેવામાં પરાયણ રહી પેાતાનાં તમામ કાર્યોને જે તૃણવત્ દૂર કરતા, માગ્યા કરતાં અધિક દ્રવ્ય આપીને જેણે વિદ્વાન સુહૃદ અને યાચકનાં હૃદયાને અનંદિત કર્યાં છે, જે જાણે પગે ચાલતા સકલ જીવનમાંડલના વિસ્તારને આનંદ છે, તેવા પરમ માહેશ્વર મહારાજ શ્રી ગુસેન ;
“તેના પુત્ર, તેના ચરણના નખના મયૂખ(કિરણ)ની શ્રેણીમાંથી નીકળેલી ગગાના જલસમૂહ વડે અશેષ પાપ ધોઈ નાંખ્યા છે તેવા, લાખા યાચકાને જેની ભાગસ પત્તિ ઉપજીવિકા આપે છે તેવા, જાણે કે એના રૂપના લાભથી શીઘ્ર આવી પહેાંચેલા ગુણા વડે આશ્રિત થયા છે તેવા, સહજ (સ્વાભાવિક) શક્તિ અને શિક્ષા—વિશેષ વડે જેણે સવ ધનુ રેશને વિસ્મિત કરી દીધા તેવા, પહેલાંના રાજાઓએ આપેલાં ધર્માંદાનેાનુ અનુપાલન કરનાર, પ્રજાને હાનિ
કરનાર ઉપદ્રવેશને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org