________________
૩૦૦
ભારતીય અભિલેખવિદ્યા
કરવેરા હવે રાજાને બદલે ભૂમિદાનના પ્રતિગ્રહીતાને પ્રાપ્ત થતા. મહેસૂલ ભરવા વગેરેમાંથી મુક્તિ અપાતી. દેવભૂમિ પર પુત્રપૌત્રાદિ વંશજોને પણ અધિકાર રહેતો. ભૂમિદાન શાશ્વત પ્રકારનું દાન હતું. ભૂમિતિ એટલે પડતર જમીન. જેમ પડતર જમીન ખેતીને લાયક બનાવવા માટે આપવામાં આવે તો કર–મુકત રહેતી, તેમ દાનમાં અપાતી ભૂમિ પણ કરમુક્ત રહેતી. “ભૂમિછિદ્રના ન્યાયે - માં એ અર્થ ઉદ્દિષ્ટ છે.’
દાનનો હેતુ પિતાના પૂર્વનાં પુણ્ય તથા યશની અભિવૃદ્ધિનો હતો.
દાનના પ્રતિગ્રહીતા (સ્વીકારનાર) બે બ્રાહ્મણ હતા. બંને ભરાજ ગોત્રના હતા. એમને એક વેદની બ9ચ શાખાને સ્વાધ્યાય કરતો ને બીજો સામવેદની છંદોગ શાખાને.
દીધેલા ભૂમિદાનને દાન દેનાર રાજા તે પાળે, પણ પિતાના વંશના તથા અન્ય વંશના ભાવી રાજાઓને તો એના અનુમોદન તથા પરિપાલન માટે નૈતિક અનુરોધ જ કરવાનો રહેતો. આ અંગે લક્ષ્મીની ચંચળતા અને દાનના પરિપાલનને મહિમા દર્શાવતા.
મનથી, વાણીથી ને કર્મથી સર્વનું હિત કરવું – હર્ષે કેટલો ઉત્તમ ધર્મ ઉપદે છે !
આ રાજશાસનનો દૂત મહાસામંત મહાપ્રમાતાર સ્કંદગુપ્ત હતો. હર્ષ ચરિતંમાં ગજસેનાધિપતિ સ્કંદગુપ્તનો ઉલ્લેખ આવે છે. દાનશાસન ઘડનાર મહાક્ષપટલાધિકારી ભાનુ હતો.
દાનની મિતિ હર્ષના રાજ્યકાલના વર્ષ ૨૨(અર્થાત ઈ. સ. ૬૨૮-૨૯)ના કાર્તિક વદિ ૧ ની હતી દાનશાસનના અંતે મહારાજાધિરાજ શ્રી હર્ષના સ્વહસ્ત આપવામાં આવ્યા છે, તે એ વિઠાન રાજાની સુલેખનકલાને ઉત્તમ નમૂનો પૂરે પાડે છે.
આમ આ દાનશાસન પરથી દાનના દાતા, દેવભૂમિ, દાનના પ્રતિગ્રહીતા, દાનનો હેતુ, વહીવટી વિભાગ, અધિકારીઓ, કાલગણનાની પદ્ધતિ વગેરે વિવિધ બાબતો વિશે ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે.
૨. ધરસેન ૨ જાનું વળા તામ્રપત્ર, (વલભી) સંવત ૨૬૯ ૧. વરિત વિનર દ્વષાવારા[] મધરનવાર[માત] કમળરાત્રિાળ
મૈત્રાળT]મતુ રસપત્નઋ[]મોસણા સંપ્રદારશરાખ્યપ્રતાપzતા]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org