________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
(૨૯૧
આથી કુમારગુપ્ત ૧ લાના ઉત્તરાધિકારીઓનો પ્રશ્ન અટપટો બને છે. કેટલાક સંકદગુપ્ત - પુરગુપ્ત – નરસિંહગુપ્ત ૨ – બુધગુપ્ત – વૈન્યગુપ્ત – ભાનુગુપ્ત - કુમારગુપ્ત ૩ જે એવો સળંગ ક્રમ લે છે, તો કેટલાક એક બાજુ સ્કન્દગુપ્ત - બુધગુપ્ત અને બીજી બાજુ પુરગુપ્ત – નરસિંહગુપ્ત – કુમારગુપ્ત ૨ જે એવી બે ભિન્ન સમાંતર શાખાઓ કરે છે. ભિતરી મુદ્રાવાળો કુમારગુપ્ત (૨ જે). હોય કે ગુ. સં. ૨૨૪ ના દામોદરપુર તામ્રપત્રવાળો (કુમાર)ગુપ્ત (૩ જે) હેય એ વિશે પણ મતભેદ પ્રવર્તે છે. ગુ. સં. ૧૫૪ વાળો કુમારગુપ્ત સ્કંદગુપ્તની અલગ શાખાને રાજા હોય ને કંદગુપ્ત અને બુધગુપ્તની વચ્ચે થયો હોય, તો આ મુદ્રાનો કુમારગુપ્ત એનાથી ભિન્ન હોય. પણ જે પુરગુપ્ત – નરસિંહગુપ્ત - કુમારગુપ્ત સ્કંદગુપ્ત અને બુધગુપ્તની વચ્ચે થયા હોય, તો તે બધાને રાજ્યકાલ ગુ. સં. ૧૪૮ થી ૧૫૭ ના દસકામાં સીમિત થાય ને તો આ કુમારગુપ્ત ગુ. સં. ૧૫૪ ના પ્રતિમાલેખવાળો કુમારગુપ્ત હોઈ શકે. તો એ કુમારગુપ્ત ૨ જે ગણાય. પણ જો એ ભાનુગુપ્તને ઉત્તરાધિકારી હોય, તે કુમારગુપ્ત ૩ જો (ગુ. સં. ૨૨૪)
ગણાય.૫૩
પાદટીપ
૧. જેનું નામ ગ્રહણ કરવું શુભ (શુકનિયાળ) છે. ૨. મકાનની ટોચે રહેલા ખંડ ૩. જવું ન ગમે તેવું ૪. સારા દેખાવનું, જેવું ગમે તેવું પ, અર્થાત ઉદાર છે. ૬. પુ. ૭, પૃ. ૨૫૭ થી (ડૉ. ભગવાનલાલ ઇંદ્રજી અને ડો. ન્યૂયાર) ૭, પૃ. ૮, પૃ ૪૨ થી (કહોન). ૮. Book II, No. 67 - ૯. ભા. ૧, લેખ નં. ૬. વળી જુઓ પ્રાચીન મા તીસ સમિટે વી મધ્યયન, .
૨, પૃ. ૪૪–૪ ૬. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૧, લેખ ૨ થી ૫ 99. Select Inscriptions, p. 172, n.1 ૧૨, B. G, Vol. I, Pt. 1, p. 36; પુરાણોમાં ગુજરાત, પૃ. ૧૧ 13. Select Inscriptions, p. 172, n. 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org