________________
ભારતીય અભિલેખવિદ્યા સાથે પ્રકાશિત થયા છે તેમ જ ગુજરાતના ઐતિહાસિક લેખ માં ગુજરાતી ભાષાંતર સાથે પ્રસિદ્ધ થયો છે. લેખ જૂનાગઢ-ગિરનારના માર્ગ પર દામોદર કુંડ નજીક આવેલા જે શૈલની ઉત્તર-પૂર્વ બાજુ પર અશોકના ચૌદ ધમં લેખ કતરેલા છે, તે શૈલની પશ્ચિમ બાજુ પર કોતરેલે છે. લગભગ ૧૧ ફૂટ (૩.૩૦ મીટર) લાંબી જગ્યામાં ૨૦ પંક્તિમાં એ કોતરાયો છે.
લેખનો મુખ્ય વિષય સ્થાનિક પૂર્વકાર્ય છે. ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ (બંધ) તૂટી ગયો તે આનર્ત–સુરાષ્ટ્રના રાજ્યપાલ સુવિશાએ સમરાવ્યો ને એ અંગે મહાક્ષત્રપ રુદ્રદામાએ પોતાના કેશમાંથી અઢળક ધન ખચી નવો દઢ સેતુ (બંધ) બંધાવ્યો એ એની મુખ્ય હકીકત છે, જે સ્થાનિક મહત્ત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રની અને ખાસ કરીને ગિરિનગરની સ્થાનિક ઘટના તરીકે પણ એ અગત્યની ગણાય.
પરંતુ આ લેખની વિશેષના એ છે કે એમાં આ સુદર્શન તળાવનો પાછલે ઈતિહાસ પણ આપવામાં આવ્યો છે, જે રુદ્રદામાના સમય કરતાં લગભગ ચારસો–સાડાચારસો વર્ષ પહેલાંના સમયને લગતો છે. આ વૃત્તાંતમાં એ પ્રાચીન સમયના બે રાજ્યપાલે વિશે પણ માહિતી આપી છે. બીજી સદી જેટલા પ્રાચીન સમયે એની પહેલાંના ચારસો પાંચ વર્ષના ઈતિહાસની આવી વિગતો જળવાઈ હતી એ ખાસ નોંધપાત્ર ગણાય.
સુદર્શન તળાવને લગતી હકીકત પાંચ કંડિકાઓમાં આપવામાં આવી છેઃ (૧) પુનનિર્માણ પછીની વર્તમાન આબાદ સ્થિતિ, (૨) અગાઉ અતિવૃષ્ટિથી આવેલા નદીઓના પૂરને લઈને એના બંધમાં પડેલું મોટું ગાબડું, (૩) આ તળાવ બંધાયાને અને એમાં નહેર કરાયાનો ભૂતકાલીન વૃત્તાંત, (૪) મહાક્ષત્રપ રુદ્રદામાએ વધુ દઢ સેતુ બંધાવી એને વધુ સુદર્શન (દર્શનીય) કરાવ્યું છે અને (૫) એમાં સ્થાનિક રાજ્યપાલ સુવિશાએ લીધેલે મહત્ત્વનો ભાગ. આ કંડિકાઓનો ક્રમ પણ કેટલે કલાત્મક છે !
ગિરિનગર એ ગિરિ ઊર્જાયત(ગિરનાર)ની તળેટી પાસે વસેલું નગર હતું; હાલ એની પાસે જૂનાગઢ શહેર આવેલું છે. એ પર્વતમાંથી સુવર્ણસિકતા (નરેખ), પલાશિની (પળાંશિ) વગેરે નદીઓ વહેતી હતી. એ નદીઓના પ્રવાહ આડે એક સેતુ (બંધ) બાંધીને ત્યાં જળાશય (ડેમ) કરાવ્યું હતું. એનું નામ “સુદર્શન” (દર્શનીય–સુંદર) હતું. એ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય (રાજ્યપાલ વેશ્ય પુષ્યગુપ્ત કરાવ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org