________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
ર૫૯ એણે વિપુલ કીર્તિ મેળવી છે. અશ્વ ગજ અને રથની ચર્યા (ફેરણી), ખગ અને ઢાલ, બાઘુદ્ધ શત્રુસૈન્યની ઝડપ અને સચેટતાની ક્રિયાને જે પ્રતિદિન દાન, માન/અને બિન-અપમાનની વૃત્તિ ધરાવે છે. એ ઘણુ ખર્ચ કરે છે."
ગ્ય રીર્તે પ્રાપ્ત કરેલા બલિ, શુલ્ક અને ભાગ વડે એને કોશ (ખજાનો) સુવર્ણ, રજત, વજ, વૈર્ય, અને રત્નના સંગ્રહથી ભરપૂર છે. એ સ્કુટ, લઘુ (પ્રસાદયુક્ત), મધુર, ચિત્ર, કાન્ત, શબ્દ-સમયથી ભરપૂર અને અલંકૃત ગદ્ય-પદ્ય કાવ્ય રચવામાં પ્રવીણ છે. પ્રમાણ(લંબાઈ), માન (માપ), ઉન્માન (ઊંચાઈ), સ્વર (અવાજ),ગતિ (ચાલ), વર્ણ (વાન), બળ, શક્તિ વગેરે પરમ લક્ષણ-ચિહ્નોથી) એને સુંદર દેહ યુકત છે. એણે સ્વયં “મહાક્ષત્રપ’નામ પ્રાપ્ત કર્યું છે. રાજકન્યાઓના ) સ્વયંવરમાં એણે અનેક પુષ્પહાર પ્રાપ્ત કર્યા છે.
ને આ બાબતમાં મહાક્ષત્રપના મતિસચિવો અને કર્મસચિવોએ, પિતે અમાત્યના ગુણોથી યુકત હોવા છતાં, ગાબડું ઘણું મોટું હોવાથી ઉત્સાહના અભાવને લઈને વિમુખ મતિવાળા થઈ કામને નામંજૂર કર્યું સેતુના પુનનિર્માણ વિશે નિરાશા મળતાં પ્રજામાં હાહાકાર થયું. ત્યારે અહીં વડા મથકમાં પારજનો તથા જાનપદ જનના અનુગ્રહ અર્થે રાજાએ અખિલ આનર્ત–સુરાષ્ટ્રદેશ)ના પાલન માટે નીમેલા પલવ કુલપ–પુત્ર અમાત્ય સુવિશાખ, જે અર્થ તથા ધર્મના યથાવત વ્યવહાર અને દર્શન વડે (પ્રજાનો) અનુરાગ વધારે છે ને જે શક્ત, દાન્ત (સહનશીલ), અ-ચપલ (ઠરેલ), અ-વિસ્મિત (અ-ગવિંદ), આર્ય (ઉદાત્ત) અને અ-હાય (લાંચને વશ ન થનાર) છે જે સારે વહીવટ કરે છે ને જે ભર્તા(સ્વામી)નાં ધર્મ, કીતિ અને યશની અભિવૃદ્ધિ કરે છે તેણે આ કામ પાર પાડયું.”
આ લેખ સંસ્કૃત ભાષામાં ને ઉચ્ચ ગદ્ય શૈલીમાં લખાય છે લાંબા સમાસ અને વિવિધ અલંકાર અને રુચિર કલ્પનાઓથી યુક્ત આવું ગદ્યમય કાવ્ય ૬ઠ્ઠી-૭મી સદીમાં કવિ દંડીના વંશવમરચરિત, સુબંધુની વાસવદ્રત્તા અને બાણભટ્ટના ટુરિત અને અને રૂંવરી જેવી કથા-આખ્યાયિકાઓમાં પ્રચલિત થયેલી છે. પરંતુ અહીં એવી ઉચ્ચ ગદ્યશૈલીનાં દર્શન એ પહેલાં છેક ર છે સદી જેટલા વધુ પ્રાચીનકાળમાં થાય છે. એ કારણે આ લેખ સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં ગવાકાવ્યની રચનાના એક ઉત્તમ પ્રાચીન નમૂના તરીકે જાણીતો છે.
241 am Indian Antiquary His, Epigraphia Indica nie અને Select Inscriptions માં. મૂળ લખાણની છબી તથા લિવ્યંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org