________________
મહત્ત્વના પ્રાકૃત અભિલેખ
૨૩૭
પરંતુ રાજ ધારે તે એમાં માફી આપી શકતો. અંગચ્છેદમાં સહુથી ભારે સજા ચક્ષછેદની હતી. અશોક આવી સજામાં અનેકવાર માફી આપતો. આથી જેનાં ચક્ષુ ફેડી નખાવાનાં હતાં, તેને જાણે ચક્ષુ પાછાં મળ્યાં એવું લાગતું. જેમ દેહાંતદંડ પામેલા અપરાધીને એ દંડમાં માફી મળે, તો એને “જીવનદાન મળ્યું ગણાય, તેમ ચક્ષછેદની સજાવાળાને માફી મળતાં ચક્ષુદ્દન મળ્યું ગણાય. અશોક હળવી સજાની ભલામણ કરતા તેમ જ દેહાંતદંડને અપરાધીઓને પણ કૃપાના ત્રણ દિવસ આપતો ને એ દરમ્યાન તેઓના સંબંધીઓ અધિકારીઓને તેઓને જીવન દેવા સમજાવી શકે તો તેમ કરવા તક આપતો.૩૪
અશોક પિતે તો ચક્ષુદાન ઉપરાંત પ્રાણદાન સુધીનું દાક્ષિણ્ય (કૃપા) દર્શાવતો. એને આ અનુગ્રહ (કૃપા) મનુષ્ય પૂરતો મર્યાદિત નહોતા. બેપગ તેમ જ ચોપગાં, પક્ષીઓ તેમ જ જલચરે – સહુ પ્રકારનાં પ્રાણીઓ તરફ એ અનુગ્રહ કરતો. “દાંત સાટે દાંત અને આંખ સામે આંખ ના ન્યાયે (નિયમે) માનવેતર પ્રાણીઓને પણ અંગચ્છેદ તથા દેહાંતની સજા થતી હશે એવો અર્થ અહીં અભિપ્રેત લાગે છે.
અશોકે આ ધર્મલેખ લખાવીને શિલાતંભ પર કોતરાવ્યો છે, જેથી એ લાંબો સમય ટકે. પણ એની પાછળ એનો હેતુ પિતાની ચિરકાલીન કતિ કે નામના રાખવાનો નહિ, પણ એ ધર્મલેખ વાંચીને લોકો એ પ્રમાણે વર્તતા રહે ને એ લેખ લાંબો સમય ટકે તે લોકો એનો લાભ લાંબો સમય લેતા. રહે એ છે. એ કહે છે કે આ લેખ પ્રમાણે જે વર્તન કરશે તે સુકૃત કરશે ને આ લોકમાં તેમ જ પરલોકમાં હિતસુખ પામશે.
૫, ભાગભદ્રના સમયને બેસનગર ગઢડસ્તંભલેખ १. देवदेवस वासुदेवस गरुडध्वजे अयं ૨. રિતે ફલ્મ ફેસ્ટિગોઢોળ મા - ३. वतेन दियस पुत्रेण तख्खसिलाकेन ४. योनदूतेन आगतेन महाराजस ५. अंतलिकितस उपंता सकासं रनो ६. कोसीपुत्रस भागभद्रस त्रातारस
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org