SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ભારતીય અભિલેખવિદ્યા નાભપંતિ લોકોને નાભક દેશ બરાબર ઓળખાયો નથી, પરંતુ એ યવનકંબોજ અને ભોજ–પેકેનિકની વચ્ચે આવેલ સરહદી પ્રદેશ હેવો જોઈએ.૨૪ અંપ્રદેશ એ આંધ્ર પ્રદેશ છે. પુલિંદ દેશ અંપ્રદેશની ઉત્તરે જબલપુરની આસપાસ આવ્યો હશે, જ્યાં રૂપનાથમાં અશોકના ગૌણ શૈલલેખોની પ્રત મળી છે.૨૫ આ બધા પ્રદેશ અશોકના રાજ્યની અંદર આવેલા સરહદી પ્રાંત હતા. હવે અશોકના રાજ્યની બહારના રાજ્યને વિચાર કરીએ. એમાંના યવન રાજા અંતિયેકનો ઉલ્લેખ અગાઉ શૈલલેખ નં. ૨ માં આવી ગયો છે. એ હતો. પશ્ચિમ એશિયાની ગ્રીક રાજા અંતિયક (અંતિસેકસ) ૨ જે, જે સેલ્યુકસેલ્યુકસ)નો પૌત્ર હતો ને સીરિયામાં રહી રાજ્ય કરતો હતો. (ઈ.પૂ. ૨૬૧-૨૪૬). એની પાર ચાર રાજા હતા તુરમાય, અંતેકિન, મગ અને અલિકસુદર. આમને તુરમાય તે મિસરનો ગ્રીક રાજા તોલેમી ર જો (ઈ.પૂ. ૨૮૫-૨૪૭) છે, જે તે લેમી ૧ લાનો પુત્ર હતો. સિકંદરનું મૃત્યુ થતાં મિસરના ગ્રીક મુલકમાં સેનાપતિ તોલેમીએ પિતાની રાજસત્તા સ્થાયી દીધી હતી (ઈ. પૂ.૩૨૩). “તોલેમીને ઉચ્ચાર “તુલમાય” થતો હશે ને એનું અહીં “તુરમાય” રૂપાંતર થયું લાગે છે. અંતકિન અથવા અંતિકિનિ એ મેકેડોનિયા (મકદુનિયા)નો રાજા અંતિગેનસ ગોતસ (ઈ.પૂ. ર૭૭–૨૩૯) હતો. મગ એ ઉત્તર આફ્રિકામાં આવેલા. કીરીની નામે ગ્રીક રાજ્યનો રાજા મગસ હતો. એ ઈ. પૂ. ૩૦૦ થી ૨૫૦ ના અરસામાં, પ્રાયઃ લગભગ ઈ. પૂ. ૨૮૨-૨૫૮ માં, રાજ્ય કરતો હતો. અલિક-- સુદર એ સ્પષ્ટતઃ “અલેકઝાંદરીનું રૂપાંતર છે. મકદુનિયાને મશહૂર અલેકઝાંદર (સિકંદર) તો ઈ.પૂ. ૩૨૩ માં મૃત્યુ પામ્યો હતો જ્યારે ભારતમાં મગધમાં નંદવંશના છેલ્લા રાજાનું રાજ્ય ચાલતું હતું. એ પછી ત્યાં નંદવંશની જગ્યાએ મૌર્ય વંશની સત્તા પ્રવતી ને અશોક એ વંશને ત્રીજો રાજા હતો. અશોકના સમયને અતિકસુદર એ કાં તો એપિરસનો રાજા અલેકઝાંદર (ઈ.પૂ. ર૭૨ થી લગભગ ૨૫૫) અથવા તો કેરિંથનો રાજા અલેકઝાંડર (ઈ. પૂ. ૨પર થી લગભગ ઈ. પૂ. ૨૪૪) હતો.૨૭ એપિરસ અને કરિંથ એ બંને ગ્રીસની અંદર આવેલાં નગર-રાજ્ય હતાં. અંતિયકનું રાજ્ય ઈ.પૂ. ૨૬૧ માં શરૂ થયું હતું ને મગનું ઈ.પૂ. ૨૫૮ માં પૂરું થયું હતું તે લક્ષમાં લેતાં આ અલેકઝાંડર એપિરસનો હોય એ જ બંધ બેસે, કેમકે કરિંથને એલેકઝાંદર તો ઈ.પૂ. ૨૫૮ પછી ઈ.પૂ. રપરમાં ગાદીએ આવ્યો હોઈ એના સમયમાં મગ હયાત હોઈ શકે નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy