________________
મહત્ત્વના પ્રાકૃત અભિલેખ
૨૨૫
ઉરૈયર અને ખીજાનું આર્કેટ હતું.. પાંડય રાજ્યનું પાટનગર મદુરા હતું. એની ઉત્તરે એક ખીજુ પાંડય રાજ્ય હશે. કેરલ અને સત્ય જાતિના લેકે ઉત્તરમાંથી સ્થળાંતર કરી દક્ષિણમાં વસ્યા હશે. તેથી ‘કેરલપુત્ર' અને ‘સત્યપુત્ર’ કહેવાતા હશે. ૯ કેરલપુત્ર એ હાલનું કેરલ છે. પણ એના ઉત્તર ભાગમાં કેરલપુત્રનુ અને દક્ષિણ ભાગમાં સત્યપુત્રનું રાજ્ય એવાં એ રાજ્ય ગણાતાં હશે. ૧૦ આ બંને રાજ્ય પશ્ચિમ ઘાટના દક્ષિણ ભાગમાં (ણે અંશે મલબાર પ્રદેશમાં) આવ્યાં હતાં.
‘તાપણી' એ શ્રીલ’કા(સિલેાન)નું નામ છે. કેટલાક એને તમિળનાડુના તિરુનેલવેલી જિલ્લામાં થઈને વહેતી તામ્રપણી નદી માને છે, પરંતુ એને સમાવેશ ત્યારે પાંડચ રાજ્યની અંદર થતા હશે.૧૧ સિંહલદ્રીય(સિલેાન)નું નામ ‘તામ્રપણી’ હતું એવા ત્યાંના મહાવસ'માં સ્પષ્ટ નિર્દેશ છે.
પડેાશી રાયાને ખીજો સમૂહ અશાકના રાજ્યની ઉત્તરે (ખરી રીતે ઉત્તરપશ્ચિમે આવ્યા હતા. આ લેખમાં અશાક એમાંના સહુથી નજીકના રાજ્યના રાજાને જ નામનિર્દેશ કરે છે, જ્યારે શૈલલેખ નં. ૧૩માં એ એની પાર આવેલાં ચાર રાજ્યાના રાજાઓનાં પણ નામ જણાવે છે. અશાકના રાજ્યની ઉત્તર–પશ્ચિમ સીમાને અડીને જે રાજ્ય હતું તે યવન (ગ્રીક) રાળ અ*તિયાકનુ હતું . મકદુનિયાના મહત્ત્વાકાંક્ષી રાજા સિકદર(અલેકઝાંડર)ના મૃત્યુ પછી પશ્ચિમ એશિયામાંના એના મુલકા પર સેલ્યુક(સેલ્યુકસ)નું રાજ્ય સ્થપાયું કતુ. એ સીરિયામાં રહીને છેક એક્રિટ્ર (ખ, અફધાનિસ્તાન) સુધી શાસન કરતા હતા. અશાકને સમકાલીન ગ્રીક રાજા તે સેલ્યુકને પૌત્ર અતિયેાક (અતિયેાકસ) ૨ જે હતા. એણે ઈ. પૂ. ૨૬૧ થી ૨૪૬ સુધી રાજ્ય કરેલું. સેલ્યુકિડ રાજ્ય સાથે મગધના રાજ્યને અશાકના પિતામહ ચંદ્રગુપ્તના સમયથી સીધા સબંધ હતા. મેગસ્થની એ સેલ્યુકના એલચી તરીકે પાટલિપુત્ર(પટન)માં રહ્યો હતો. ગ્રીક લેાકેા આયાનિયા(એશિયા-માઈ તેર)માં ય રહેતા હતા. ઈરાનીએ અને ભારતીયેા તેએાના પ્રથમ સોંપકને લઈને સવ થ્રી, લેાકાને ચેાન’ કે ‘યવન' નામે ઓળખતા.
અતિયેાકની સમીપના રાન્નએ તે શૈલલેખ નં. ૧૩ માં જણાવ્યા મુજસ્થ્ય તુલમાય, અ ંતેકિન, મગ અને અલિકસુદર હતા. એને લેખના વિવેચનમાં કરીશુ.
પરિચય એ
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org