________________
૨૧૦
ભારતીય અભિલેખવિદ્યા
દિવસ ઉમેરવામાં આવે છે, જ્યારે ઇલાહી સનમાં કાઈ મહિના ૨૯ દિવસના, કોઇ ૩૦ દિવસના, કોઈ ૩૧ દિવસના અને એક મહિને ૩૨ વિસને ગણાતા; તે એ રીતે વ કુલ ૩૬૫ દિવસનું થતુ.૧૦૩ વળી દર ચેાથે વર્ષે ૧ દિવ। ઉમેરવામાં આવતા હતા.
ઇલાહી સનના બાર મહિનાઓનાં નામ જરયેાસ્તી સનના મહિનાએ પ્રમાણે રાખવામાં આવ્યાં. એવી રીતે મહિનાના રાજનાં પણ જુદાંજુદાં નામ રાખવામાં આવ્યાં ને એમાંનાં પહેલાં ૩૦ નામ રથેાસ્તો રાજનાં નામ પ્રમાણે રખાયાં. રેજ ૩૧ માટે રાજ' અને રાજ ૩૨ માટે ‘શખ ' નામ રખાયું.
આ સનના વર્ષમાં ૧૫૫૫-૧૫૫૬ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. આ સંવત અકબરના તથા જહાંગીરના રાજ્યકાલ દરમ્યાન પ્રચલિત રહ્યો. પરંતુ શાહજહાંએ એને બદલે પાછી હિજરી સન ચાલુ કરી તે એવી ઇબ્રાહી સના લેાપ થયેા.
રાજ્યાભિષેક સંવત
એને રાજ્યાભિષેક શક' કે રાજ શક' કહેતા. એમાં શક'ના અર્થ સંવત (વ) છે. આ સંવત મરાઠા રાજ્યના સ્થાપક શિવાજીના રાજ્યાભિષેકની યાદગીરીમાં પ્રચલિત થયા હતા. એના રાજ્યાભિષેક શક સંવત ૧૫૯૬ ના જ્યેષ્ઠ સુદ ૧૩ અર્થાત્ ૬ ઠ્ઠી જૂન ઈ. સ. ૧૬૭૪ ના રોજ થયા હતા. એનાં વર્ષ તમાન' લખાતાં ને એને આરંભ જ્યેષ્ઠ સુદ ૧૩ થી થતા.૧૦૪ આ સ ંવત મરાઠા રાજ્યમાં કેટલાંક વર્ષ` સુધી પ્રયલિત રહ્યો તે પછી લુપ્ત થઈ ગયા.
ઈસવી સન
યુરેાપીય સત્તાઓના, ખાસ કરીને બ્રિટિશ સત્તાના, અમલ દરમ્યાન આ સન ભારતમાં પ્રચલિત થઈ.
આ સંવત ઈસુ ખ્રિસ્તની યાદગીરી ધરાવે છે, પરંતુ એને આરંભ છેક ઈ. સ. ૫૩૨ ના અરસામાં રામમાં થયા હતા. રામના ડાયાનિસિયસ એકિસગુઅસ નામે ખ્રિસ્તી પાદરીએ પોતાના સંપ્રદાય માટે ઈસુ ખ્રિસ્તના સંવત શરૂ કરવાના વિચાર કર્યાં ને ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ષ શોધવા માંડયુ. તે એ બનાવ એને એલિમ્પિડ સંવત૧૦૫ ૧૯૪ ના ૪ થા વર્ષે અને રામ નગરની સ્થાપનાના સંવતના વર્ષ ૭૫૩ માં થયાનું જણાયું.૧૦૬ ત્યારે એના મતે ઈસુના જન્મને પ૨૭ વર્ષ થઈ ચૂકયાં હતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org