SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખામાં પ્રયોજાયેલા સંવત ૧૭૭ કલચુરિ સંવત કે ચેદિ સંવત | ત્રિપુરી(જબલપુર પાસે)ની આસપાસના ચેદિ દેશના કલચુરિ વંશના રાજાઓના અભિલેખોમાં જે સળંગ સંવત વપરાય છે તેને એમાંના કેટલાક લેખોમાં “કલયુરિ સંવત’ અને બીજા કેટલાક લેખોમાં ચેદિ સંવત' કહ્યો છે.૩૫ આ અભિલેખ એ સંવતના વર્ષ ૭૨૨ થી ૯૬૯ ના મળ્યા છે.૩૬ એ અગાઉના કોઈ લેખોમાં કલયુરિ સંવત કે ચેદિ સંવતના નામને નિર્દેશ મળ્યો નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના શૈકૂટક રાજાઓનાં દાનશાસને (વર્ષ ૨૦૧૭-૨૪૫), મહાસામંત સંગમસિંહનું દાનશાસન (વર્ષ ૨૯૨), કટચુરિ રાજાઓનું દાનશાસન (વર્ષ ૩૬ ૧) ગુર્જરનૃપતિઓનાં દાનશાસન (વર્ષ ૩૮૦-૮૮૬). સેન્દ્રક રાજાનું દાનશાસન (વર્ષ ૪૦૬) અને નવસારીના ચાલુક્યોનાં દાનશાસનો (વર્ષ ૪૨૧-૪૯૦)માં ૩૭ નામનિદેશ વિનાને જે સંવત વપરાય છે તે આ સંવત હોવાનું જણાય છે. આ સંવત એ દરમ્યાન મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના સમી પવતી ભાગમાં પણ પ્રચલિત હતો.૩૮ આમ આ સંવત એની ત્રીજી, ચોથી અને પાંચમી સદી દરમ્યાન દક્ષિણ ગુજરાત અને એને સમીપના પ્રદેશોમાં પ્રચલિત હતો. આગળ જતાં રાષ્ટ્રકટોના સમયમાં અહીં એને બદલે શક સંવત વપરાતાં એ અહીંથી લુપ્ત થયે, પરંતુ ઉત્તરકાલીન કલચુરિ રાજ્યને વિસ્તાર થતાં એ વિંધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પ્રચલિત થય૩૯ ને કલચુરિ રાજ્યમાં એ એની ૮ મી સદીથી ૧૦ મી સદી સુધી વપરાયો. ત્યારે એ રાજવંશના નામ પરથી “કલયુરિ સંવત’ તરીકે તે પ્રદેશના નામ પરથી ચેદિ સંવત’ તરીકે ઓળખાયો. એ અગાઉ આ સંવત કયા નામે ઓળખાતો એ જાણવા મળ્યું નથી. દેવની મોરી(જિ. સાબરકાઠાંના બૌદ્ધ સ્તૂપમાંના દાખડા પરના લેખમાં કથિક નૃપોનું વર્ષ ૧૨૭ જણાવ્યું છે, તે આ સંવતનું લાગે છે. તો આ સંવત ત્યારે કથિક કાલ તરીકે ઓળખાતો હશે. ચેદિ દેશના કલચુરિ વંશના કેટલાક લેખમાં ઘણું મિતિઓ કલચુરિ–ચેદિ સંવતનાં વર્ષોમાં અને કેટલીક મિતિઓ વિક્રમ સંવતનાં વર્ષોમાં આપવામાં આવી છે. ૪૦ એ પરથી આ સંવતનો આરંભ ઈસ્વી ત્રીજી સદીના મધ્યમાં થયો હોવાનું સ્પષ્ટ થયું. એના આધારે આ લેખોની મિતિઓમાંની વિગતોની ગણતરી ભા. અ. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy