________________
અભિલેખનની પદ્ધતિ
૧૩૩ વિ અને દ્રિય માટે હૂિ.૫૧ આ સંક્ષિપ્ત રૂપોને અંતે અગાઉ સંક્ષેપસૂચક બિંદુ લખાતું નહિ. મધ્યકાલમાં એને અંતે દંડ કે વર્તેલનું ચિહ્ન પ્રજાતું.પર આ રૂપે પૈકી સંવત., ગુ. ફિ. અને ૨. ફિ. પૂરા શબ્દો જેવા બની ગયા છે, ને સંવત”, “સુદ ” અને “વદ” પૂરા શબ્દો તરીકે વપરાય છે.
અધિકાર–દર્શક શબ્દોમાં તૂત માટે દૂ, મરાક્ષાસવ માટે મહાલ, શ્રીસ્ત(રાજા)કે શ્રીચરણ (રાજા) માટે શ્રી અને મહાસવિદ માટે મહાસા જેવાં સંક્ષિપ્ત રૂપ પ્રયોજાયાં છે.પ૩
અન્ય શબ્દોમાં જવા માટે , માટે , ટ્રમ માટે , નિરક્ષિત માટે નિ, વુર માટે ટ, પંડિત માટે , સાંવત્સરિ માટે સાં, દિવષ્ય માટે હિં, વાસ્તુપૂમિ માટે વામ , દ્રોણ કે ઢોળવા માટે દ્રો, કાન માટે ૩ ઇત્યાદિ નોંધપાત્ર છે."*
સુધારાવધારા : હસ્તલિખિત લખાણની જેમ અભિલેખમાં પણ ક્યારેક કંઈક બેવડાઈ જતું, રહી જતું કે ખોટું કોતરાઈ જતું ને તે અશુદ્ધિ ધ્યાનમાં આવતાં તેમાં જરૂરી સુધારા વધારા કરી લેવામાં આવતા.
ભૂલથી કોતરાયેલા અક્ષરને ચેકડીનાં ચિહ્નો વડે ટોચી નાખવામાં આવતા ને એની જગ્યાએ કોતરવાના અક્ષરોને પંક્તિની ઉપર ઉમેરવામાં આવતા. કેટલાક ઉત્તરકાલીન અભિલેખોમાં ભૂલોવાળી પંક્તિની ઉપર કે નીચે નાની રેખાઓ ઉમેરાતી. તામ્રપત્રો પર કોતરાયેલા અશુદ્ધ અક્ષરને હથોડી વડે ટોચી નાખીને એની ઉપર નવેસર શુદ્ધ અક્ષર કોતરવામાં આવતા. ક્યારેક મૂળ અશુદ્ધ અક્ષરોને ટોચી નાખ્યા વિના એની ઉપર શુદ્ધ અક્ષર કોતરતા. કોઈ જૂના કે ખોટા તામ્રપત્રને રદ કરવાનું થાય ત્યારે એ પતરાને ઓગાળી નવેસર ઘડવામાં આવતું અથવા એના પરના તમામ લખાણને ટોચી નાખવામાં આવતું. પછી આવા નવા કે જૂના પતરા પર નવું લખાણ કોતરવામાં આવતું.૫૫
ક્યારેક એક અક્ષર રહી ગયો હોય, તો તેને આજુબાજુના બે અક્ષરોની વચ્ચેની જગામાં ઉમેરવામાં આવતો ને સ્થળસંકોચ પ્રમાણે તેનું કદ ઘટાડવામાં
આવતું. ઉત્તરકાલીન અભિષેખોમાં જ્યાં ઉમેરણ કરવાનું હોય તે સ્થાન કાપાદ (A) કે હું સંપાદના ચિહ્નથી દર્શાવવામાં આવતું. કયારેક એને બદલે સ્વસ્તિકનું ચિહ્ન (H) પ્રયોજાતું.૫૬
પત્રાંક : સામાન્ય રીતે હસ્તલિખિત ગ્રંથના પત્રની જેમ શિલાલેખમાં ક્રમાંક આપવાની જરૂર પડતી નથી. પરંતુ જ્યારે કેઈ રાજશાસન બેથી વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org