________________
અભિલેખાની ભાષા
૧૦૫
પામી ( ૧૩ મી સદી ). એ સમયના મસ્જિદા તથા કબ્રસ્તાનેાને લગતા અભિલેખ સામાન્ય રીતે અરબીમાં લખાતા. અપવાદરૂપે દિલ્હીની ફૂગ્વેતુલ-ઇસ્લામ મસ્જિદના લેખ(ઈ. સ. ૧૧૯૧ )તથા ખુદા ( ઉં. પ્ર. )ની શેખ અહમદ ખાનદાનની કબરનેા લેખ (ઈ. સ. ૧૨૮૪) ફારસી ભાષામાં લખાયા છે.
ખલજી વંશની હકૂમત (ઈ. સ. ૧૨૯૦-૧૩૨૭) દરમ્યાન મુસ્લિમ અભિલેખામાં અરબીને બદલે ફારસી વપરાવા લાગી. તધલગ ( ૧૩૨૦–૧૪૧૩ ), સૈયદ ( ૧૪૧૪–૧૪૫૧ ) અને લેાદી (૧૪૫૧-૧પર૬) વંશની હકૂમત દરમ્યાન પણ ફારસી ભાષાની લેાકપ્રિયતા વધતી રહી. પ્રાદેશિક સલ્તનતામાં પણ અરખીના કરતાં ફારસી વધુ વ્યાપક બની. પરંતુ બંગાળામાં અરબીની મેલબાલા લાંખે વખત ટકા. બીજે બધે અરબીને ઉપયોગ ધાર્મિક લખાણામાં સીમિત થયા.
મુઘલ સામ્રાજ્યમાં અરબી લગભગ સદંતર લુપ્ત થઈ ને રાજશાસનામાં તેમ જ અભિલેખામાં મુખ્યત્વે ફારસીને ઉપયોગ થતા.
૧૮ મી સદીમાં અભિલેખામાં ઉર્દૂ ભાષાને ઉપયાગ થવા લાગ્યા. હિંદની પ્રચલિત ભાષાએ તથા ફારસી વચ્ચેના સંપક માંથી એ નવી ભાષા ઉદ્ભવી હતી. આ ભાષાને ઉપયાગ મુસ્લિમ અભિલેખામાં ૧૮૫૭ પછી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
ભારતમાં યુરેાપીય સંસ્થાના તથા રાજ્યેા સ્થપાતાં યુરોપીય ભાષાઓ પણ અહીં પ્રચલિત થવા લાગી. આ કાલના ધણા યુરોપીય અભિલેખ ફિર ંગી, વલંદા, ફ્રેન્ચ કે અ ંગ્રેજી ભાષામાં લખાતા. વલંદાઓની કબર પરના કેટલાક લેખ આરમેનિયન ભાષામાં લખાયા છે. ફિરંગી અને ફ્રેન્ચ સ ંસ્થાામાં પોટુ ગીઝ તથા ફ્રેન્ચ ભાષા વ્યાપક બની. હિંદના મેડટા ભાગમાં અંગ્રેજોનું શાસન કે આધિપત્ય લાંબા વખત લગી પ્રવતુ. તે દરમ્યાન સુશિક્ષિત વર્ગોમાં તથા રાજકીય શાસનેમાં અંગ્રેજી ભાષાના પ્રભાવ પ્રવત્યેŕ. આથી આ કાલના ઘણા અભિલેખ અંગ્રેજી ભાષામાં લખાયેલા છે. વીસમી સદીમાં રાષ્ટ્રિય અસ્મિતા વધતાં એ વિદેશી ભાષાને ઉપયાગ ઉત્તરાત્તર ઘટતા ગયા તે એની જગ્યાએ રાષ્ટ્રભાષા તથા પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ વધતા ગયા. આઝાદી (૧૯૪૭) પછી આ વલણ ધણે અંશે દૃઢ થતું ગયું છે.
પ્રાચીન, મધ્ય તથા અર્વાચીન કાલ દરમ્યાન ભારતમાં ચીની, સિંહલી, તિબેટી, ખમી વગેરે એશિયાઈ ભાષાઓને પણ કોઈ કોઈ અભિલેખામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org