________________
બ્રાહી લિપિનાં અનુકાલીન રૂપાંતર..
૭૩ પણ સમાવેશ થાય છે અર્થાત એ ભાષાઓ ભારતીય-આર્ય ભાષાકુલથી ભિન્ન કુલની હોવા છતાં એની લિપિઓ બ્રાહ્મી કુલને જ પરિવાર છે.
ભારતની વર્તમાન લિપિઓમાં નાગરી લિપિ સહુથી વધુ પ્રદેશમાં પ્રચલિત છે, ખાસ કરીને ઉત્તર ભારતનાં તથા દખણમાં. “નાગરી” એ “દેવનાગરી”નું સંક્ષિપ્ત રૂપ છે. આ નામ પ્રાયઃ “દેવનગર” નામે યંત્ર(તાંત્રિક આકૃતિ)માં પ્રયોજાતા સાંકેતિક અક્ષરોને લઈને પ્રયોજાયું લાગે છે.૩૩ દક્ષિણ ભારતમાં એને “નંદિનાગરી” કહે છે.
આ લિપિસ્વરૂપનો પ્રયોગ દખ્ખણમાં ૮મી સદીથી જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતમાં એ ખાસ કરીને ૧૦મી સદીથી જોવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ગુજરવંશનાં તામ્રપત્રો જે દખ્ખણની અસરવાળી લાટલિપિમાં લખાયાં છે તેમાં દાનશાસન ફરમાવનાર રાજાઓના સ્વહસ્ત (દસ્કત) નાગરી લિપિમાં લખાયેલા છે. ઉત્તર ભારતમાં કનાજના પ્રતીહારે, મેવાડના ગુહિલો, રાજસ્થાનના ચાહમાનો, કનાજના ગાફડવાલો, ગુજરાતના ચૌલુકો, આબુમાળવાના પરમાર, મધ્યપ્રદેશના કછપઘાત ચંદેલ અને કલચુરિઓ ઈત્યાદિ અનેક રાજવંશોના શિલાલેખો તથા તામ્રશાસન નાગરી લિપિમાં લખાયાં છે.
દસમી સદીના અભિલેખોમાં બે ઊભી રેખાવાળા અક્ષરે (દા. ત. ગ, ઘ, ૫, મ, ૫, ૬ અને )માં નાની શિરોરેખા દરેક ટોચ પર અલગ અલગ લખાતી, પરંતુ ૧૧મી સદીથી એને બદલે એક લાંબી સળંગ શિરોરેખા લખાવા લાગી. ઉદયાદિત્યના ઉજજન લેખ(૧૧મી સદી)માં અંતે પૂરી વર્ણમાલા આપવામાં આવી છે. એમાં થી જ્ઞ સુધીના ૧૪ સ્વરો, અનુસ્વાર, વિસર્ગ, જિહવામૂલીય, ઉપષ્માનીય અને ૧ થી ૪ સુધીના ૩૩ વ્યંજનોનો સમાવેશ થાય છે. એમાં વર્તમાન નાગરી અક્ષરોના મરોડની દૃષ્ટિએ , , , , , , , ૩, ૫, ઘ, , , અને મ જેવા કેટલાક અક્ષરોના મરોડ વિલક્ષણ લાગે છે. એમાં ૬, , ઓ અને ધ શિરોરેખા વિનાના છે. હું અને હું ની સ્વરમાત્રા શિરોરેખા વિનાની છે. ની માત્રામાં અક્ષરની ડાબી બાજુએ ઊભી રેખારૂપે લખાતી પડિમાત્રા કરવાની પ્રથા પ્રચલિત થતી જાય છે. સમય જતાં ૩, ૪ અને મો પર શિરોરેખા લખાવા લાગે છે, પરંતુ ઘ માં શિરોરેખા પ્રચલિત થતાં વધુ સમય લાગ્યો. દરમ્યાન શિરોરેખાના અભાવે ધા અને ઘા વચ્ચે ગોટાળા થાય તેમ જણાતાં “ધ” માં “ધ” અને કાનાની વચ્ચે નાની આડી રેખા જોડવામાં આવતી. શો નું ચિહ્ન હજી સ્વતંત્ર રહેલું. એ ચિહ્ન ® જેવું લખાતાં ૩ થી અલગ પડતું. હલો અક્ષર દર્શાવવા અક્ષરની નીચે ત્રાંસી રેખા લખાતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org