________________
ભક્તિમાર્ગ:
સાધનાના પંથમાં ભક્તિમાર્ગને આશ્રય કરવાથી જે વિવિધ લાભેને અનુભવ થાય છે તેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે : (૧) સરળતા
ભક્તિમાર્ગમાં પરમાત્મા અથવા સદ્ગુરુ સાથેના દિવ્ય પ્રેમની સાધના કરવી એ મુખ્ય લક્ષ છે. હવે, સામાન્ય મનુષ્ય, વ્યવહારજીવનમાં પ્રેમ (મેહ) કરવા એટલે બધે ટેવાઈ ગયો છે કે પ્રેમ કરે એના માટે જાણે કે સહજ-સ્વાભાવિક બની ગયું છે. આ મનુષ્ય જ્યારે ભક્તિમાર્ગની આરાધના તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે તેણે જગતના પદાર્થો પ્રત્યે વહેતી પિતાના પ્રેમની દિશાને વાળીને ધીમે ધીમે શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ સન્મુખ કરવાની છે. આ પ્રક્રિયાને છેડી સમજણપૂર્વક અને યુક્તિપૂર્વક અપનાવવામાં આવે તે તેમાં કઠિનતા અનુભવાશે નહિ. આમ કરવામાં આવતાં ભક્તિમાર્ગની જે એક નબળી કડી – અંધશ્રદ્ધા – તેને પણ સહેલાઈથી પરાભવ થઈ શકે છે, કારણ કે ભક્તિને સમજણ અને યુક્તિવાળી બનાવવામાં આવી છે.
જેમ જેમ પાધિક પ્રીતિને જાત્યંતર કરીને નિરુપાધિક બનાવવામાં આવે છે તેમ તેમ પાપ-પ્રવૃત્તિ ઘટતી જાય છે, નિઃસ્વાર્થપણું વધતું જાય છે, કામક્રોધાદિ ભાવેને ધીમે ધીમે ઉપશમ થવા સાથે પુણ્યની સહજ વૃદ્ધિ થતી જાય છે, ચિત્ત પ્રસન્નતા અનુભવે છે અને સદાચારાદિ સુદઢ થતાં જાય છે. કહ્યું છે તેમ : “ભગવાનનાં દર્શન-પૂજનાદિથી પાપને વિનાશ થાય છે, સ્વર્ગના સોપાનની અને મોક્ષના કારણની સિદ્ધિ થાય છે, ઉપસર્ગો ક્ષય પામે છે, વિનિની વેલીઓને નાશ થાય છે અને મન પ્રસન્નતાને પામે છે.”
આવા વ્યક્તિત્વને ઉદય થતાં આત્મજ્ઞાનપ્રાપ્તિની ભૂમિકા બંધાય છે; તેમ વળી આ પ્રકારે ભજવામાં વિશેષ કઠિનતા નથી,
બનાવામાં આવેલ પાષિક પાટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org