SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમતા-એકતા ભાવસમાધિ કે પ્રેમસમાધિ કહે છે. પહેલી ભૂમિકામાં દાસાહ હતું, પછી સેઽહં થયું અને છેવટે “અહુ” માત્રના અનુભવ રહી ગયા. આ અહ' તે દેહ નહીં, વાણી નહી, મન નહી, બુદ્ધિ નહી, પરંતુ તે સર્વથી પાર રહેલું એવું શુદ્ધ, અનુપમ, સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મપદ છે, જે વાણીના વિષય નથી. આ સ્થિતિને અનુભવ તે જ છે એકતા.— એકતા જયાં ભક્ત, ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે તે જ આ નિજ અનુભવપ્રમાણુ પાતાનું મૂળ સ્વરૂપ છે. આ સ્થિતિ સર્વ આધ્યાત્મિક સાધનાની ચરમસીમા છે. આરાધનાનું ફળ પણ આ જ છે અને કૃતકૃત્યતા પણ આ જ છે. આ સ્થિતિને ખરેખર જાણવા માટે તેના અનુભવ જ કરવા જોઇએ. તેને જ જ્ઞાનીએ સ્વાનુભૂતિ અથવા આત્મસાક્ષાત્કાર કહે છે અને યાગીએ નિર્વિકલ્પ સમાધિ કહે છે. તે ભૂમિકામાંથી પાછા ફર્યાં બાદ જુદા જુદા ભક્તજનાએ તેને મૂ ગાની ભાષામાં ઇશારાથી સમજાવ્યું છે. તેઓએ જે કાંઇ કહ્યું તેમાં તેનું સંપૂર્ણ ગ્દિર્શન નથી, કારણ કે તે તે અનિર્વચનીય છે, પરંતુ તેના અંગુલિનિર્દેશ માત્ર તેઓએ કર્યો. જ્ઞાનીએએ પણ તેને ગાયું. પોતપોતાની સાધનાપદ્ધતિમાં અને કથનપદ્ધતિમાં ભેદ હાવાને લીધે તથા પેાતાના અનુભવની પ્રગાઢતા વિભિન્ન હોવાને લીધે ભલે તેનું વર્ણન ભિન્ન ભિન્ન પદ્ધતિમાં થયું હોય, પરંતુ તે પદ, સ્થિતિ, અનુભૂતિ, ભાવ તા એક જ છે. સમતા-એકતાની પ્રાપ્તિની વિવિધ ભૂમિકાએ સુપાત્ર અને અભ્યાસી જીવાની વિશેષ વિચારણા અર્થે, સમતાની સાધનાના સ્વરૂપ વિષે, અત્રે, થેાડી વિચારણા, ભક્તની ભાષામાં પ્રસ્તુત કરીએ છીએ. જોકે આ વાત મુખ્યપણે તે Jain Education International For Personal & Private Use Only 39 : www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy