________________
ભકિતમાર્ગની આરાધના તે થાય છે. જો કે આ અભ્યાસની સિદ્ધિ માટે ખૂબ વિવેક, પરિશ્રમ, ધીરજ, વૈરાગ્ય, સહનશીલતા “અડગ નિશ્ચયબળ, હિંમત, ખંત, માર્ગદર્શક પ્રેરક ગુરુ, આત્મવિશ્વાસ અને અભ્યાસની જરૂર પડે છે. નામજપ અને સ્મરણ બાબત મહાપુરૂષોએ આપણને નીચે પ્રમાણે પ્રેરણા આપી છે -
| (દેહરા) (૧) ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ મરણકે ચાવ નરભવ સફલે જે કરે, દાન, શીલ, તપ ભાવ,
બૃહદ્ આલોચના-૨૬ : લાલા રણજિતસિંહજી (૨) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદુષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશે. ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતે જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
–શ્રી મોક્ષમાળા-શિક્ષાપાઠ ૧૩ઃ શ્રીમદ્ રાજચન્દ્ર (૩) નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવ. સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું; સપુરુષના લક્ષણનું ચિંતન કરવું; પુરુષેની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું તેના મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્દભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં, તેઓએ સમ્મત કરેલું સર્વસમ્મત કરવું,
આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવાયેગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org