SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા: જેમ જેમ સાધક ભક્તિમાર્ગની આરાધનામાં આગળ વધતું જાય છે તેમ તેમ તેના ભાવની નિર્મળતા વધતી જાય છે અને તેવા નિર્મળ ભાવવાળ ભક્ત પ્રભુનું ચિંતન-મનન-ધ્યાન કરવાની શક્તિ પ્રાપ્ત કરતે જાય છે. અત્યાર સુધી સ્થળ એવી ઈન્દ્રિયેનાં આલંબનથી પ્રભુનો પરિચય કરતે હ–જેમ કે કાન દ્વારા પ્રભુના મહિમાનું શ્રવણ કરતું હતું, જીભ દ્વારા મેટા ઉચ્ચારણથી તેમનું કીર્તન કરતું હતું અને આંખે, હાથ કે પગ દ્વારા પ્રભુનાં દર્શન-પૂજન તીર્થાટન વગેરેમાં પ્રવર્તતે હતે. હવે નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ થતાં સૂક્ષમ એવા ચિત્ત દ્વારા ચિંતનને અભ્યાસ કરે છે અને તેમાં સ્થિરતા સિદ્ધ થતાં ધ્યાનની દશાને પ્રાપ્ત કરે છે. સાધના–પદ્ધતિ : ચિંતવન-ધ્યાનની સાધનાના ત્રણ પિટા. વિભાગ પાડી શકાય? (૪) જાપ: પહેલા વિભાગમાં, પ્રભુને કે ગુરુને વારંવાર અંતરમાં મહિમા લાવી, વિશેષ પ્રયત્નપૂર્વક તેમના નામને અથવા તેમણે આપેલા મંત્રને જાપ કરવાને છે. (૩) ચિંતવન: જેમનું નામ જપીએ છીએ અથવા જે મંત્રને જાપ કરીએ છીએ, તેના અર્થને અનુરૂપ ચિંતવન કરવાનું છે. એટલે કે પ્રભુના કે ગુરુના સ્વરૂપને કે તેમના ગુણેને યાદ કરવાના છે. આને સ્મરણ પણ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy